નડ્ડા એ, માઈ નાગા ક્રિશ્ચિયન ફેલોશિપના નાતાલ ઉજવણીમાં હાજરી આપી
નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ, ગુરુવારે નવી દિલ્હીની ક્રિશ્ચિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં માઈ નાગા ક્રિશ્ચિયન ફેલોશિપ દિલ્હી દ્વારા આયોજિત નાતાલ ઉજવણીમાં હાજરી આપી હતી. ભાજપ પ્રમુખે દરેકને મેર
માઈ નાગા ક્રિશ્ચિયન ફેલોશિપ નાતાલ ઉજવણી


નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ, ગુરુવારે નવી દિલ્હીની ક્રિશ્ચિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં માઈ નાગા ક્રિશ્ચિયન ફેલોશિપ દિલ્હી દ્વારા આયોજિત નાતાલ ઉજવણીમાં હાજરી આપી હતી.

ભાજપ પ્રમુખે દરેકને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, તેઓ આવા ગરમ અને આનંદી વાતાવરણનો ભાગ બનીને ખુશ છે. જયારે જયારે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ, ત્યારે ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના ઉપદેશોને યાદ કરીએ છીએ. આ શુભ અવસર આપણને માનવતાની ભલાઈ અને સૌના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવા પ્રેરણા આપે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande