
કદાલુર (તમિલનાડુ), નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.). તમિલનાડુના તિરુચિરાપલ્લી-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. ટાયર ફાટવાથી નિયંત્રણ ગુમાવતા તમિલનાડુ સ્ટેટ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ બે કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લી થી ચેન્નઈ જઈ રહી હતી. કુડાલુર જિલ્લાના તિટુકુડીના ઉપતુરુ વિસ્તારમાં અચાનક ટાયર ફાટ્યું. ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ બેરિયર તોડીને રસ્તા પરથી પલટી ગઈ અને ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી બે કાર સાથે અથડાઈ. બંને કાર બસ નીચે ફસાઈ ગઈ અને કચડી ગઈ. કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતથી હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બસ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ