
ચિત્રદુર્ગ (કર્ણાટક), નવી દિલ્હી 25 ડિસેમ્બર (હિ.સ.): કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયુર તાલુકાના ગોરલાહટ્ટુ ગામ પાસે આજે વહેલી સવારે એક બસમાં લારી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવથી વધુ મુસાફરો જીવતા સળગી ગયા. આગમાં ખાનગી સ્લીપર કોચ બસ બળીને ખાખ થઈ ગઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી બસને એક લારી સાથે સામસામે ટક્કર મારી હતી અને તરત જ તેમાં આગ લાગી ગઈ. ગોરલાહટ્ટુ ગામ નજીક નેશનલ હાઇવે 48 પર આ અકસ્માત થયો હતો. પોલીસનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રારંભિક પોલીસ તપાસમાં ટ્રક ડ્રાઇવરની બેદરકારી બહાર આવી છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતનું કારણ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ