બરડા ડુંગર માંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના અધિકારીઓ બરડા ડુંગરાજંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બરડા ડુંગર ફુલઝરનેશથી પુર્વે આશરે અડધો કિ.મી. દુર પાણીની ઝરના કાંઠે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી, જે હકિકતને આધારે બાતમીન
બરડા ડુંગર માંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.


પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના અધિકારીઓ બરડા ડુંગરાજંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બરડા ડુંગર ફુલઝરનેશથી પુર્વે આશરે અડધો કિ.મી. દુર પાણીની ઝરના કાંઠે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી, જે હકિકતને આધારે બાતમીના સ્થળે સર્ચ કરી રેઈડ કરતા કાના જેસાભાઈ મોરીની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી. 1200/-તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.35,200/- નો મુદામાલ મળી આવ્યો છે. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે.

આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન. તળાવીયા, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, બી.વી.વાળા તથા પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, ભરત કાનાભાઈ, જયમલ સામતભાઈ, કુણાલસીંહ પ્રવિહસીંહ, અતુલ કરશનભાઈ તથા ફોરેસ્ટર ગાર્ડ દેવા ભીમાભાઈ ઓડેદરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande