જામનગર શહેરમાં ગાંધીનગર-પંચવટી વચ્ચે બીજો સમાંતર રોડ બનાવવા કોંગ્રેસની માંગણી, આવેદન આપ્યું
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના ગાંધીનગર વિસ્તારમાં નવી બની રહેલી કોર્ટની બાજુમાં બનેલા સીસી રોડથી પંચવટી ચોકડી સુધી એક નવા રોડની માંગણી માટે જામનગર યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવા કોર્ટના બિલ્ડીંગ પાસ
કોંગ્રેસ નું આવેદન


જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના ગાંધીનગર વિસ્તારમાં નવી બની રહેલી કોર્ટની બાજુમાં બનેલા સીસી રોડથી પંચવટી ચોકડી સુધી એક નવા રોડની માંગણી માટે જામનગર યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવા કોર્ટના બિલ્ડીંગ પાસે બનેલા સીસી રોડ થી પંચવટી ચોકડી સુધી નવો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે હાલ ગાંધીનગર વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, રાજ્યકક્ષાનું સ્પોર્ટ સંકુલ, સાયન્સ સેન્ટર તથા કર્મચારીઓના આવાસ વગેરે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

હાલ આ વિસ્તારમાં આવન જાવન માટે નવી કોર્ટ પાસે બનેલો રોડ અને બીજો જે ગાંધીનગર રોડ તરીકે ઓળખાતો રસ્તો આ મુખ્ય બે રસ્તા છે. આવનારા દિવસોમાં આ રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ વધે તેમ છે તે માટે આ વિસ્તારમાં રહેતા રહીશો અને બહારથી આવતા શહેરીજનો માટે થઈ આ વિસ્તારને હજુ એક રોડની જરૂરિયાત છે. જેથી નવા બનેલા માર્ગથી પંચવટી ચાર રસ્તા સુધી એટલે કે નવા બનેલા સ્પોટ સંકુલ અને સાયન્સ સેન્ટરની બાજુમાંથી જો એક રસ્તો બનાવવામાં આવે તો આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને ઘણા અંશે હલ કરી શકાય તેમ છે.

આ ત્રણેય પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં આ નવા રસ્તાને મજૂરી આપી અને તાત્કાલિક ધોરણે જો કામ શરૂ કરવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવા રજૂઆતના અંતમાં જણાવ્યું હતું. આ આવેદનપત્ર ડો.તૌસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, શકિતસિંહ જેઠવા વિગેરેએ આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande