વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો, એશિયામાં મિશ્ર વેપાર
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) નાતાલની રજાઓ પછી, આજે વૈશ્વિક બજારો સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. અમેરિકી બજારો પાછલા સત્રમાં વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. યુરોપિયન બજારોમ
એશિયન માર્કેટ


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) નાતાલની રજાઓ પછી, આજે વૈશ્વિક

બજારો સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. અમેરિકી બજારો પાછલા સત્રમાં વધારા સાથે

બંધ થયા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. યુરોપિયન

બજારોમાં પાછલા સત્રમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. એશિયન બજારોમાં પણ આજે મિશ્ર

વેપાર જોવા મળી રહ્યો છે.

યુએસ બજાર પાછલા સત્ર દરમિયાન આશાવાદી રહ્યું, જેના કારણે વોલ

સ્ટ્રીટ સૂચકાંકો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 288.75 પોઈન્ટ અથવા 0.60 ટકા વધીને 48,731.16 પર બંધ થયો.

તેવી જ રીતે, એસ&પી 500 ઇન્ડેક્સ 0.41 ટકા વધીને 6,938.15 પર બંધ થયો.

વધુમાં, નૈસ્ડેક 0.22 ટકા વધીને 23,613.31 પર બંધ થયો. ડાઉ

જોન્સ ફ્યુચર્સ હાલમાં 0.04 ટકા વધીને 48,753.01 પર ટ્રેડ કરી

રહ્યા છે.

યુરોપિયન બજારો પાછલા સત્રમાં મિશ્ર પરિણામો સાથે બંધ થયા.

આજે એશિયન બજારો મિશ્ર કારોબાર કરી રહ્યા છે. નવ એશિયન બજાર સૂચકાંકોમાંથી, પાંચ

લીલા રંગમાં મજબૂત રીતે કારોબાર કરી રહ્યા છે.જ્યારે ત્રણ લાલ

રંગમાં ઘટી રહ્યા છે. ઇન્ડોનેશિયન સ્ટોક એક્સચેન્જમાં રજા હોવાથી, જકાર્તા

કમ્પોઝિટ ઇન્ડેક્સ આજે શાંત રહ્યો. ગીફ્ટનિફ્ટી હાલમાં 0.14 ટકા ઘટીને 26,140.50 પર કારોબાર કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande