
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારના બોખીરામાંથી ટ્રકમાંથી છ માસ પૂર્વે વિદેશી દારૂની બોટલો નં.11,868 કિ.રૂા. 35,54,931/- ના ઝડપી પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી નાસ્તો ફરતો હતો. જેને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચને ઉદ્યોગનગર પો.સ્ટે.માં છ માસ પૂર્વે પ્રોહી. 66(1)બી, દુપઈ, 116બી, 81, 83, 98(2) મુજબ નોંધાયેલ ગુનાનો લાલશાહીથી નાસતો ફરતો આરોપી રાહુલ સંજયભાઇ પટેલ ગોંડલ ખાતે આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આરોપીની તપાસમાં જતા ગોંડલ-રાજકોટ બાયપાસ રોડ ખોડીયાર હોટલ પાસે થી આરોપી રાહુલ સંજયભાઈ પટેલ મળી આવતા તેને ઝડપી B.N.N.S કલમ 35(1)જે મુજબ અટક કરી ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ, હેડ કોન્સ. સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, વુમન હેડ કોન્સ. નાથીબેન કુછડીયા તથા કોન્સ. નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya