પાટણ એલસીબીની કાર્યવાહી: ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાંથી છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. બાલીસણાથી ડેર જવાના રોડ પર એક ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હત
પાટણ એલસીબીની કાર્યવાહી: ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાંથી છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો


પાટણ એલસીબીની કાર્યવાહી: ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાંથી છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો


પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. બાલીસણાથી ડેર જવાના રોડ પર એક ટ્રેક્ટર સાથે જોડાયેલા થ્રેસરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં થ્રેસરના અંદરના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી કુલ 721 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે દારૂ સાથે ટ્રેક્ટર અને થ્રેસર મળીને કુલ રૂ. 4,95,131નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રૂ. 2,95,131નો દારૂ અને રૂ. 2,00,000નું વાહન સામેલ છે.

આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. દારૂ ભરનાર, મંગાવનાર તેમજ ટ્રેક્ટરના માલિક અને ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને સમગ્ર કેસની વધુ તપાસ બાલીસણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande