




પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જન્મશતાબ્દી વર્ષ નિમિતે અટલ સ્મૃતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે ગુરુવારના રોજ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વ. અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જીવની પ્રદર્શન પણ રાખવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ તેમજ લેડી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ - બિસ્કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ આગેવાનોએ અટલજીને શબ્દાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, અટલજી એક કવિ તેમજ ઋજુ હૃદય સાથે પ્રખર રાજકીય વ્યક્તિત્વ હતા કે જેમને આપના દેશનાં વિકાસ સાથે રક્ષણને માટે જયારે જરૂર પડી ત્યારે ત્યારે તેમની દીર્ઘદ્રષ્ટીથી નીડર પણે યથા યોગ્ય પગલા લીધા હતા. મજબૂત નેતૃત્વ, પરિપક્વ લોકશાહી અને વૈશ્વિક માન આપ્યું. વિપરીત પરિસ્થિતિમાં પણ સંયમ, વિરોધમાં પણ શિસ્ત અને સત્તામાં પણ સાદગી-આ તેમનું સાચું વ્યક્તિત્વ હતું. પરમાણુ પરીક્ષણ હોય કે શાંતિ માટેની પહેલ, રાજનીતિમાં વિચારધારા સાથે વાજપેયીજી હંમેશા દેશહિતને પ્રાથમિકતા આપતા હતા.
આ કાર્યક્રમોમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા તેમજ ખીમજીભાઈ મોતીવરસ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાજશીભાઇ પરમાર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, શહેર ભાજપ મહામંત્રી નીલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સંયોજક વિજયભાઈ વડુકર, સહ સહયોજક નરેન્દ્રભાઈ કણકિયા અને હર્ષભાઈ ગોહેલ હતા તેમજ જીલ્લાના તમામ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya