31 ડિસેમ્બરને લઈને પોરબંદર પોલીસે ચેકીંગ હાથ ધર્યું
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, આમ છતાં ગુજરાતમાં ઠેક-ઠેકાણે પોલીસ ચોપડે દારૂના કેસો નોંધાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂના અઢળક કેસ પોલીસ ચોપડે નોંધાય છે. પોરબંદર શહેરમાં 31 ડિસ
31 ડિસેમ્બરને લઈ ને પોરબંદર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું.


31 ડિસેમ્બરને લઈ ને પોરબંદર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું.


31 ડિસેમ્બરને લઈ ને પોરબંદર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું.


31 ડિસેમ્બરને લઈ ને પોરબંદર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું.


પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, આમ છતાં ગુજરાતમાં ઠેક-ઠેકાણે પોલીસ ચોપડે દારૂના કેસો નોંધાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂના અઢળક કેસ પોલીસ ચોપડે નોંધાય છે.

પોરબંદર શહેરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં પ્રવેશતા તમામ માર્ગ પર પોલીસ કડક હાથે ચેકીંગ કરી રહી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ઘણા લોકો વિવિધ નશો કરતા હોય છે. આવા નશાખોરોને ડામવા પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ શરુ કરી છે. ગઈ કાલે મોડી સાંજથી પોરબંદર પોલીસ એક્શનમાં આવી છે. જેમાં કમલાબાગ પોલીસ, કીર્તિમંદિર પોલીસ, ઉધોગનગર પોલીસ તેમજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે-તે પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ., અને પોલીસ સ્ટાફ રસ્તા પર આવ્યો છે અને શહેરમાં જ્યાં પણ ચાર રસ્તા ભેગા થાય છે ત્યારે બેરીગેટ રાખી આવતા અને જતા વાહનોની ચેકીંગ તેમજ બ્રેથ એનેલાઈઝરની મદદથી પીધેલ લોકોને પોલીસ શોધી રહી છે.

પોરબંદરના યુવાનોને આજ કલ કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવવાના શોખ આવ્યો છે, ત્યારે આવા કાળા કાચ અને નંબર પ્લેટ વગર નીકળતા ટુ વ્હીલ અને ફોર વ્હીલ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. પોરબંદર શહેરી વિસ્તારમાં આ ડ્રાઈવ સતત એક સપ્તાહ સુધી ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન પકડાતા તમામ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande