જામનગરમાં નાતાલ પર્વે દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ બહાર સાન્ટાક્લોઝના વેશધારીએ બાળકોને ખુશ કર્યા
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ગઈકાલે નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે અંબર ચોકડી પાસે આવેલા સેક્રેટ હાર્ટ ચર્ચમાં ભગવાન ઈશુના જન્મ સાથેની કેટલીક ઝાંખી તથા પ્રદર્શની તૈયાર કરવામાં આવી હતી, અને રંગબેરંગી લાઇટિંગથી રોશની નો શણગાર કરાયો હતો
સાન્ટાક્લોઝનો આનંદ


જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ગઈકાલે નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે અંબર ચોકડી પાસે આવેલા સેક્રેટ હાર્ટ ચર્ચમાં ભગવાન ઈશુના જન્મ સાથેની કેટલીક ઝાંખી તથા પ્રદર્શની તૈયાર કરવામાં આવી હતી, અને રંગબેરંગી લાઇટિંગથી રોશની નો શણગાર કરાયો હતો, જેને નિહાળવા માટે શહેરના નાના ભૂલકા સહિતના અનેક નગરજનો ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત શહેરની સેન્ટ ઝેવીઅર્સ અને સેન્ટ આન્સ સ્કૂલમાં પણ આ પ્રકારે ની પ્રદર્શની અને ઝાંખી ઊભી કરાઈ હતી, ત્યાં પણ અનેક બાળકો સહિતના લોકો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

જામનગર શહેરમાં કેટલી હોટલ, રેસ્ટોરન્ટના દ્વારે તેમજ શોરૂમની બહાર શાન્તાક્લોઝના પહેરવેશમાં નાના ભૂલકાઓને ચોકલેટ તથા અન્ય ગિફ્ટ આપવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જ્યાં પણ અનેક બાળકોએ પહોંચી જઈ ચોકલેટ -ગિફ્ટ વગેરે મેળવી હતી, અને આનંદિત થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande