ઘરેલું હિંસાથી પીડિત મહિલાનું સુખદ સમાધાન કરાવતી 181 ની ટીમ
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર સીટી માંથી પતિના માનસિક ત્રાસના કારણે ઘરેથી નિકળ ગયેલ મહિલાએ પતિને સમજાવવા અભયમ ટીમની મદદ માંગી હતી. પોરબંદર અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણતા જાણવા મળ્યુ કે મહિલાને તેમના પતિ ઘરની નાની -નાની બાબ
ઘરેલું હિંસાથી પીડિત મહિલાનું સુખદ સમાધાન કરાવતી 181 ની ટીમ


પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર સીટી માંથી પતિના માનસિક ત્રાસના કારણે ઘરેથી નિકળ ગયેલ મહિલાએ પતિને સમજાવવા અભયમ ટીમની મદદ માંગી હતી. પોરબંદર અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણતા જાણવા મળ્યુ કે મહિલાને તેમના પતિ ઘરની નાની -નાની બાબત લઈને માનસિક હેરાનગતિ કરતા અને એકલા ઘરની બહાર જવાની મનાઈ કરેલ જેથી મહિલા ઘણા સમયથી ઘરની અંદર જ રહિને કંટાળી ગયા હતા. તેમજ ઘણા સમયથી પતિના વર્તનમાં બદલાવો તેમજ પરીવારના સભ્યો સાથે પણ વાતચીત કરવા કરવા દેતા ન હોવાથી મહિલા અંતે ઘરે કોઈને કહ્યા વિના નિકળી ગયા હતા તેઓએ 12 વર્ષ પહેલા તેમના માતા-પિતાની વિરુધ્ધ જઈ બીજી જ્ઞાતીમાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયરમાં જઈ શકતા ન હતા. 181 અભયમ ટીમે મહિલાના પતિને તેમની માતાની હાજરીમાં સમજાવ્યા કાયદાકીય માહિતી આપી ભવિષ્ય અંગે વિચાર કરી પતિ-પત્ની બંને સાથે રહી એકબીજાને સમજી મદદરૂપ બની આગળ સુખી જીવન જીવવાની સલાહ આપી બાળકોના ભવિષ્ય વિશે સમજાવ્યા તેથી મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી સમાધાન કરી સુખદ જીવનની શરુઆત કરવા સહમત થયા હતા. આમ 181 ટીમ દ્વારા વધુ એક મહિલાના પરીવારને એક કરી સહાયનીય કામગીરી કરી હતી. આ કામગીરી 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા તેમજ મહિલા કોન્સ્ટેબલ - મંજુબેન મોઢવાડીયા દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande