
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં વિદેશ મોકલવાની લાલચ આપી પૈસા પડાવી છેતરપિંડી કરી હોવાની વધુ એક ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા ચકચાર મચી છે.
દાખલ થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી શિલ્પાબેન દાસાણીને ઓગસ્ટ 2024 માં આરોપી હેતલબેન ગુર્જર અને જલ્પાબેન ગુર્જરએ સાયપ્રસ કૉમ અર્થે મોકલવાની લાલચ આપી બે લાખ પડાવ્યા હતા અને વિઝા કરાવી આપ્યા ન હતા તેમજ પૈસા પણ પરત આપ્યા ન હતા જેથી આ બંને બહેનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ઉદ્યોગનગરમાં દાખલ થયેલી ફરિયાદમાં શિલ્પાબેને જણાવ્યું છે કે તેનેઅનેહેતલબેનને મિત્રતાનો સંબંધ હતો. હેતલ ગુર્જર 2022 માં સાયપ્રસ નોકરી માટે ગયેલી હતી અને બે વર્ષ બાદ તે પરત ફરતા શિલ્પાબેન અને તેમના પતિ તેમને મળવા ગયા હતા ત્યારે તેઓએ પણ સાયપ્રસ જવાની ઈચ્છા જાહેર કરેલી ત્યારે હેતલબેનએ ટેઓનબે 4.5 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. શિલ્પાબેને તેમને હાલ 2 લાખ જ હોવાનું કહેતા હેતલબેને હા કહી ટિકિટનો ખર્ચો આપવા સહમતી દર્શાવી હતી અને બે લાખ લઈ પાંચ થી છ મહિનામાં વિઝા આવી જશે તેવું જણાવ્યું હતું. આ સમયે શિલ્પાબેને હેતલ, તેની બહેન જલ્પા અને મમ્મીની હાજરીમાં બે લાખ આપ્યા હતા. ઘણો સમય વીતી ગયો હોવા છતાં વિઝા ન આવતા શિલ્પાબેને પૈસા પરત માંગ્યા ત્યારે હેતલની નાની બહેને જલ્પાએ ત્રણ મહિનામાં પૈસા પરત કરવાની મૌખિક બાહેંધરી આપી હતી પરંતુ પૈસા પરત મળ્યા ન હતા તેમજ ગુર્જર બહેનોએ પણ તેઓના ફોન ઉપાડવામાં બંધ કરી દીધા હતા જેથી શિલ્પા બહેને આ બંને બહેનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
પોરબંદર પોલીસ દ્વારા અવાર-નવાર વિઝા ફ્રોડની છેતરપિંડી વિષે લોકોને જાગૃત કરવાના હેતુથી અને લોકો નાણાર્કીય સંકટમાં ન ફસાય તે માટે જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ ફરિયાદમાં વિદેશ રહી આવેલી મહિલાએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ થયેલો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya