જામનગર જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા
જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરથી મિત્રો આમરણ દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયા
બાઈક અકસ્માત


જામનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરથી મિત્રો આમરણ દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક ખંઢેરા પાસે બન્યો હતો. જેમાં એકટીવા સ્કૂટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં જામનગરના બે યુવાનોને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા છે. બંને બનાવમાં ડમ્પર-ટ્રકચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જોડીયા જામનગર હાઇવે રોડ પર બાલંભા ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે૧૦ટીવાય-૮૮૭૧ નંબરના ડમ્પરના ચાલકે આગળ જઈ રહેલા જીજે૧૦સીજે-૮૭૭૮ નંબરના બાઈકના ચાલક શકીલ મોહમ્મદ હનીફ અન્સારી નામના જામનગરના (ઉ.વ.૧૯) નામના પઠાણ યુવાનને હડફેટે લઇ કચડી નાખતાં તેનું આંતરિયાળ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મૃતક યુવાન શકીલ પોતાના મિત્રો સાથે જામનગરથી આમરણ દરગાહે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યો હતા, જે દરમિયાન બાલંભા પાસે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જે બનાવ અંગે મૃતક શકીલના પિતા મોહમ્મદ હનીફ સોકતઅલી અન્સારી (રહે. ન્યુ હર્ષદમીલની ચાલી શેરી નં. ૨ જામનગર)એ જોડિયા પોલીસ મથકમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા ગામના પાટીયા પાસે બન્યો હતો. જેમાં જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉંમર વર્ષ ૩૨) કે જેઓ ઇન્દ્રજીતસિંહ સાથે જામનગરથી કાલાવડ રોડ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ખંઢેરા ગામના પાટીયા પાસે જીજે૧૦ટીવાય-૩૮૩૭ નંબરના ટ્રકના ચાલકે હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા છે, અને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે એક યુવાનને જી.જી. હોસ્પીટલ ખાતે અને બીજા યુવાનને રાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

​​​​​​​

આ અકસ્માતના બનાવ અંગે નવાગામ ઘેડમાં રહેતા પૂર્ણાંબા હરપાલસિંહ ગોહીલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande