મહાપરિષદ યુવા સંઘ, પોરબંદર દ્વારા બોક્સ ક્રિકેટના ખેલાડીઓનું ઓક્શન યોજાયું
પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : છેલ્લા ત્રણ વર્ષથી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન ખૂબ જ ભવ્ય અને અનોખું જોવા મળશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના ય
મહાપરિષદ યુવા સંઘ દ્વારા બોક્સ ક્રિકેટના ખેલાડીઓનું ઓક્શન યોજાયું.


મહાપરિષદ યુવા સંઘ દ્વારા બોક્સ ક્રિકેટના ખેલાડીઓનું ઓક્શન યોજાયું.


મહાપરિષદ યુવા સંઘ દ્વારા બોક્સ ક્રિકેટના ખેલાડીઓનું ઓક્શન યોજાયું.


મહાપરિષદ યુવા સંઘ દ્વારા બોક્સ ક્રિકેટના ખેલાડીઓનું ઓક્શન યોજાયું.


પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : છેલ્લા ત્રણ વર્ષથી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન ખૂબ જ ભવ્ય અને અનોખું જોવા મળશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં જ્ઞાતિ પ્રત્યે એકતા જાગે અને સમાજના આગેવાનોને ઓળખે તે માટેનો છે. આજના યુવાનો સોશિયલ મીડિયા ખૂબ જ વ્યસ્ત રહે છે અને પોતાની ફિટનેશ પર ધ્યાન પૂરતું આપી શકતા નથી ત્યારે આ ટુર્નામેટના આયોજનથી યુવાનો 1 થી 2 મહિના અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દે છે.

આ ટુર્નામેન્ટ માં 16 ટીમો ભાગ લેવાની છે અને 200 થી પણ વધુ યુવાનો ઉપર ઓક્શનમાં બોલી લાગી જેમાં સૌથી મોટી બોલી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલ મોનાણી તેમજ જલારામ મંદિર પોરબંદર ટીમ દ્વારા મલય તકવાની પર 88 લાખ પોઈન્ટ જેવી મોટી બોલી લાગી હતી.આ ટુર્નામેન્ટમાં પોરબંદર લોહાણા મહાજન, પોરબંદર લોહાણા મિત્ર મંડળ, લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટી યુવા ટીમ તેમજ અન્યની ટીમો લોહાણા સમાજના યુવાનો પર બોલી લગાવી હતી.

આ આયોજન લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટીના યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર અને મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજભાઈ પોપટ અને સક્રેટરી હર્ષિલભાઈ મજીઠિયા તેમજ પ્રોજેકટ ચેરમેન શિવાંગ ધનરાજ, કિશન હિંડોચા, પ્રતિક ઠકરાર અને મિલાપ ફાફડિયા ની આગેવાની હેઠળ યોજાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande