ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય ચાલતાં, ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર
ભાવનગર 27 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર, યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય કરવા માટે તારીખ 27 અને 28 ડિસેમ્બર, 2025ના ર
ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર


ભાવનગર 27 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર, યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય કરવા માટે તારીખ 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરવામાં આવશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ, આ કાર્યને કારણે ભાવનગર રેલવે મંડળથી સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

1. તારીખ 27.12.2025 અને 28.12.2025ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ગાડી નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. એટલે કે આ ટ્રેન 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર જં. અને વેરાવળ વચ્ચે જ સંચાલિત થશે.

2. તારીખ 27.12.2025 અને 28.12.2025ના રોજ વેરાવળથી ચાલનારી ગાડી નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન–ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. એટલે કે આ ટ્રેન 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ વેરાવળ અને સુરેન્દ્રનગર જં. વચ્ચે જ સંચાલિત થશે.

3. તારીખ 27.12.2025ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ગાડી નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા બી કેબિન–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગ ગાંધીનગર કેપિટલ–કલોલ–કટોસન રોડ–વિરમગામ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

4. તારીખ 27.12.2025ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલનારી ગાડી નંબર 12972 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન રાણપુર, લિંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર રોકાશે નહીં.

5. તારીખ 27.12.2025ના રોજ મહુવા થી ચાલનારી ગાડી નંબર 22990 મહુવા–બાંદ્રા સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર રોકાશે નહીં.

6. તારીખ 27.12.2025ના રોજ સુરતથી ચાલનારી ગાડી નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગ અમદાવાદ–સાબરમતી બી.જી.–ગાંધીગ્રામ–બોટાદ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ અને લિંબડી સ્ટેશનો પર રોકાશે નહીં.

7. તારીખ 27.12.2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલનારી ગાડી નંબર 12971 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગ સાબરમતી બી.જી.–ગાંધીગ્રામ–બોટાદ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર રોકાશે નહીં.

8. તારીખ 27.12.2025ના રોજ પોરબંદરથી ચાલનારી ગાડી નંબર 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા બી કેબિન–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વિરમગામ–મહેસાણા–પાલનપુર જં. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

9. તારીખ 27.12.2025ના રોજ વેરાવળથી ચાલનારી ગાડી નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા બી કેબિન–ગાંધીનગર કેપિટલના બદલે પરિવર્તિત માર્ગ વિરમગામ–કટોસન રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

10. તારીખ 28.12.2025ના રોજ સાબરમતી બી કેબિનથી ચાલનારી ગાડી નંબર 26901 સાબરમતી બી કેબિન–વેરાવળ વંદે ભારત નિર્ધારિત માર્ગ સાબરમતી બી કેબિન–ચાંદલોડિયા બી કેબિન–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગ સાબરમતી બી કેબિન–કલોલ–કટોસન રોડ–વિરમગામ મારફતે ચાલશે.

રેલ યાત્રીઓને વિનંતી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનોના સંચાલન સંબંધિત તાજી માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ન થાય. અસુવિધા બદલ રેલ પ્રશાસનને ખેદ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande