
મેલબોર્ન, 27 ડિસેમ્બર (HS): ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન
બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ડાબા હેમસ્ટ્રિંગમાં ખેંચાણને કારણે, મેદાન છોડીને
ગયા હતા.
એટકિનસને બીજા દિવસે નાઈટવોચમેન સ્કોટ બોલેન્ડને આઉટ કરીને
ઈંગ્લેન્ડને શરૂઆતી સફળતા અપાવી હતી, પરંતુ તેની પાંચમી ઓવરના છેલ્લા બોલ દરમિયાન તે
અસ્વસ્થતામાં દેખાતો હતો. તેણે લગભગ 61 મીલપ્રતિ કલાક (98 કિમી/કલાક) ની ઝડપે, બોલિંગ કરી અને તરત જ તેના ડાબા હેમસ્ટ્રિંગમાં
દુખાવો થયો. ત્યારબાદ તે સીધો ડ્રેસિંગ રૂમમાં ગયો, જ્યાં તેનું તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું.
ઓલી પોપેને અવેજી ફિલ્ડર તરીકે બદલ્યો.
એટકિનસન લંચ પછી મેદાનમાં પાછો ફર્યો ન હતો અને હવે
સિડનીમાં પાંચમી ટેસ્ટ માટે તેના માટે શંકાસ્પદ માનવામાં આવે છે. ઈંગ્લેન્ડ ટીમના
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગસ એટકિનસન બોલિંગ કરતી વખતે તેના ડાબા હેમસ્ટ્રિંગમાં
જકડાઈ ગયા હતા. આગામી થોડા કલાકોમાં તેની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.
પ્રથમ દિવસે, એટકિન્સને 14 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી. નોંધનીય છે
કે આ વર્ષની શરૂઆતમાં ભારત સામે ઇંગ્લેન્ડની ઘરેલુ શ્રેણી દરમિયાન, તે જમણા
હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ટેસ્ટ મેચો સુધી મર્યાદિત હતો. ઝિમ્બાબ્વે સામે ઇજા બાદ
તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેણે પ્રથમ બે એશિઝ ટેસ્ટમાં ત્રણ વિકેટ લીધી હતી
પરંતુ એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેને એમસીજીખાતે રમાઈ રહેલી
ચોથી ટેસ્ટ માટે પાછો બોલાવવામાં આવ્યો હતો.
એટકિનસનની ઇજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઇંગ્લેન્ડની ઝડપી
બોલિંગ માટે નવીનતમ ફટકો છે. અનુભવી ઝડપી બોલર માર્ક વુડ પ્રથમ ટેસ્ટમાં માત્ર 11
ઓવર બોલિંગ કર્યા બાદ ઘૂંટણની ઇજા સાથે ઘરે પરત ફર્યો છે, જ્યારે જોફ્રા
આર્ચર સાઈડ સ્ટ્રેનને કારણે અંતિમ બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ઇંગ્લેન્ડ પાસે હજુ પણ બે ઝડપી બોલરો છે જેમને આ શ્રેણી
માટે પસંદ કરવામાં આવ્યા નથી - મેથ્યુ પોટ્સ, જેમની પાસે 36 ટેસ્ટ વિકેટ છે, અને મેથ્યુ ફિશર, જેમને વુડના
સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઓફ-સ્પિનર શોએબ બશીરે પણ હજુ સુધી
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ