
બીજાપુર, નવી દિલ્હી, 3 ડિસેમ્બર
(હિ.સ.) છત્તીસગઢમાં બીજાપુર-દંતેવાડા આંતર-જિલ્લા સરહદના પશ્ચિમ બસ્તર ડિવિઝન
વિસ્તારમાં, બુધવારે સવારે 9 વાગ્યે ડીઆરજી દંતેવાડા-બીજાપુર, એસટીએફ અને
સીઆરપીએફ કોબ્રાની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સમગ્ર ઓપરેશન દરમિયાન
નક્સલીઓ સાથે સમયાંતરે ગોળીબાર ચાલુ રહ્યો.
આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોની આક્રમક કાર્યવાહીના
પરિણામે સાત નક્સલી કેડરના મૃતદેહ મળી આવ્યા છે. આ અથડામણમાં ડીઆરજી બીજાપુરના બે
સૈનિકો, હેડ કોન્સ્ટેબલ
મોનુ વડાડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડે શહીદ થયા હતા. જયારે અન્ય એક સૈનિક, સોમદેવ યાદવ ઘાયલ
થયા હતા.
બસ્તરના આઈજી સુંદરરાજ પટ્ટલિંગમે જણાવ્યું હતું કે,” અથડામણના
સ્થળેથી સાત નક્સલી કેડરના, મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોની સાથે, એસએલઆર રાઇફલ્સ, .303 રાઇફલ્સ અને
અન્ય શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. મૃતકોની ઓળખ હજુ સુધી સ્થાપિત થઈ નથી.
અથડામણ વિસ્તારમાં, સતત શોધખોળ કામગીરી ચાલી રહી છે, અને વધારાની ટીમો
મોકલવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં દળ છે, અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને શોધખોળ ચાલુ છે.
તેમણે જણાવ્યું હતું કે,” શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી, કામગીરી પૂર્ણ
થયા પછી, યોગ્ય સમયે વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ચંદ્ર નારાયણ શુક્લા /
અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ