
નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) ભાજપે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીની
સાંસદો અંગેની ટિપ્પણીની નિંદા કરી.તેને
નિંદનીય અને સંસદની ગરિમાને કલંકિત કરનારી ગણાવી.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ બુધવારે, પાર્ટી
મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,” ગઈકાલે સમગ્ર સંસદ અને
તેના સાંસદોને કરડવા વાળા કહી અને કૂતરાઓ સાથે જોડવાનું દર્શાવી,
કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર સંસદની ગરિમાને કલંકિત કરવા માટે એક વ્યવસ્થિત
અભિયાન દર્શાવે છે.”
તેમણે પ્રશ્ન કર્યો કે,” કોંગ્રેસ પાર્ટી ભારતીય સંસદની
ગરિમાને કલંકિત કરવા માટે કેમ ઝુંબેશ ચલાવી રહી છે? શું વડાપ્રધાને કહ્યું હતું કે,
કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ બનતી જઈ રહી છે તે સત્ય છે?”
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદની અંગે, કોંગ્રેસના
સાંસદ ઇમરાન મસૂદના નિવેદનનો જવાબ આપતા, ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે,” કોંગ્રેસ
પાર્ટીમાં મુસ્લિમ લીગ-માઓવાદી માનસિકતા, એટલી હદે પહોંચી ગઈ છે કે, જ્યારે કોઈ
ઇસ્લામિક ધર્મગુરુ, મૌલાના મદની, 'જેહાદ' શબ્દનો ઉલ્લેખ
કરે છે, ત્યારે તેમના
નેતા ઇમરાન મસૂદ સ્પષ્ટતા આપવા માટે આગળ આવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ