કાશી-તમિલ સંગમ: તમિલ વિદ્યાર્થીઓ ગંગામાં સ્નાન કરીને, ઘાટોના ઇતિહાસ વિશે જાણ્યું
-હનુમાન ઘાટ પર તમિલ મંદિરોના ઇતિહાસ વિશે જાણ્યું, મહાન કવિ સુબ્રમણ્ય ભારતીના ઘર પાસે આવેલ પુસ્તકાલય જોયું વારાણસી,નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી-તમિલ સંગમના બીજા દિવસે બુધવારે, તમિલનાડુના
કાશી


-હનુમાન ઘાટ પર તમિલ મંદિરોના ઇતિહાસ વિશે જાણ્યું, મહાન

કવિ સુબ્રમણ્ય ભારતીના ઘર પાસે આવેલ પુસ્તકાલય જોયું

વારાણસી,નવી દિલ્હી, 3 ડિસેમ્બર

(હિ.સ.) ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી-તમિલ સંગમના બીજા દિવસે બુધવારે, તમિલનાડુના

વિદ્યાર્થીઓએ હનુમાન ઘાટ પર પવિત્ર ગંગામાં સ્નાન કરીને જીવનના સુખ અને સમૃદ્ધિ

માટે આશીર્વાદ માંગ્યા. ગંગામાં સ્નાન કર્યા પછી, બધા તમિલ મહેમાનોએ ઘાટ પર સ્થિત પ્રાચીન

મંદિરોની મુલાકાત લીધી અને પૂજા કરી. બધા મહેમાનોને તમિલ મંદિરોની દિવ્યતા, ભવ્યતા અને

ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

તમિલનાડુના વિદ્યાર્થીઓના એક જૂથે, આજે હનુમાન ઘાટની

મુલાકાત લીધી અને ગંગામાં સ્નાન કરીને પુણ્ય મેળવ્યું. આચાર્યોએ વિદ્યાર્થીઓને

ગંગા કિનારે આવેલા વિવિધ ઘાટનો ઇતિહાસ સમજાવ્યો. ત્યારબાદ, તમિલ

વિદ્યાર્થીઓએ હનુમાન ઘાટ પર મહાન કવિ સુબ્રમણ્ય ભારતીના ઘરની મુલાકાત લીધી અને

તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. વિદ્યાર્થીઓના જૂથે વધુ જાણવા માટે

ઉત્સુકતા દર્શાવી. વિદ્યાર્થીઓએ, મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીના ઘરની નજીક આવેલી

લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી અને આ સ્થળ વિશે ઘણી માહિતી મેળવી. ત્યારબાદ આ જૂથે

કાંચી મઠની મુલાકાત લીધી અને તેના ઇતિહાસ વિશે જાણ્યું. યુવાનોનું જૂથ કાશીમાં

દક્ષિણ ભારતીય મંદિર જોવા માટે, ઉત્સાહિત હતું.

શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા, પંડિત

વેંકટ રમણ ઘનપાઠીએ જણાવ્યું કે,” કાશી અને તમિલનાડુ વચ્ચે ગાઢ સંબંધ છે, અને આ જોડાણ ફક્ત

પખવાડિયાનું જ નહીં પરંતુ સદીઓ જૂનું છે. કાશીમાં હનુમાન ઘાટ, કેદાર ઘાટ અને

હરિશ્ચંદ્ર ઘાટ પર એક નાનું તમિલનાડુ વસે છે. દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના હજારો

પરિવારો, અહીં રહે છે.જે આ બંને રાજ્યો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધને પ્રતિબિંબિત

કરે છે. એકલા હનુમાન ઘાટમાં તમિલ પરિવારોના 150 થી વધુ ઘરો છે, અને તેની શેરીઓમાં, દરરોજ કાશી-તમિલ સંગમમ થાય છે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande