
નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ.) ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ કિલ થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેતા લક્ષ્ય લાલવાણી આ દિવસોમાં સતત સમાચારમાં છે. પહેલા, આર્યન ખાનની વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડ એ તેમને રાતોરાત ઓળખ અપાવી, અને હવે એવા અહેવાલ છે કે કરણ જોહરે લક્ષ્યને બીજા એક મોટા પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે. હાલમાં, લક્ષ્ય ધર્મા પ્રોડક્શન્સના રોમેન્ટિક ડ્રામા ચાંદ મેરા દિલ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં અનન્યા પાંડે અભિનીત છે.
લક્ષ્યનો નવો પ્રોજેક્ટ જાહેર-
અહેવાલો અનુસાર, લક્ષ્યે ધર્મા પ્રોડક્શન્સ સાથે બીજી ફિલ્મ સાઇન કરી છે. ટાઇગર શ્રોફ અને જાહ્નવી કપૂર પણ આ ફિલ્મમાં અભિનય કરશે. ફિલ્મનું કામચલાઉ શીર્ષક લગ જા ગલે હોવાની અફવા છે. સૂત્રો અનુસાર, પ્રી-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે, અને રાજ મહેતા દિગ્દર્શન કરવા માટે તૈયાર છે. અઠવાડિયાના અંત સુધીમાં મુંબઈમાં પ્રથમ 20 દિવસનું શૂટિંગ શેડ્યૂલ શરૂ થશે.
એક્શન અને ભાવનાઓથી ભરપૂર વાર્તા-
લગ જા ગલે એક્શન અને ભાવનાઓનું સંપૂર્ણ મિશ્રણ હશે. ફિલ્મમાં જાહ્નવી કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરશે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ સમાચારે, ફિલ્મ વિશે ઉત્તેજના પેદા કરી દીધી છે. ટીવી શો પોરસ દ્વારા લોકપ્રિયતા મેળવનાર લક્ષ્ય હવે, કિલ અને ધ બેડ્સ ઓફ બોલીવુડ દ્વારા બોલીવુડમાં પોતાનો પગ મજબૂત કરી રહ્યો હોય તેવું લાગે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ