રાહુલ ગાંધીએ, સરકાર પર જાતિગત વસ્તી ગણતરી માટે નક્કર યોજનાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ): લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, કેન્દ્ર સરકાર પર પ્રસ્તાવિત 2026-27 વસ્તી ગણતરી માટે નક્કર તૈયારીઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરી રહી નથી, કે જનતા
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 3 ડિસેમ્બર (હિ.સ): લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, કેન્દ્ર સરકાર પર પ્રસ્તાવિત 2026-27 વસ્તી ગણતરી માટે નક્કર તૈયારીઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરી રહી નથી, કે જનતા સાથે વાતચીત કરી રહી નથી.

એક્સ પરની એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા સંસદમાં આપેલા લેખિત જવાબને શેર કર્યો, જેમાં જણાવ્યું હતું કે સરકાર પાસે વસ્તી ગણતરી માટે સ્પષ્ટ વ્યૂહરચનાનો અભાવ છે. કોઈ નક્કર માળખું નથી, કોઈ સમય-બાઉન્ડ યોજના નથી, સંસદમાં કોઈ ચર્ચા નથી અને કોઈ જાહેર સંવાદ નથી. સરકાર અન્ય રાજ્યો દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ જાતિગત વસ્તી ગણતરીઓની વ્યૂહરચનામાંથી શીખવાની પણ કોઈ ઇચ્છા બતાવતી નથી.

રાહુલ ગાંધીના પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં માહિતી આપી કે, 2027 ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરની યાદી અને રહેઠાણની ગણતરીનો સમાવેશ થશે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સુવિધા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે 30 દિવસના સમયગાળામાં હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં વસ્તી ગણતરીનો સમાવેશ થશે, જે ફેબ્રુઆરી 2027 માં થશે. આ માટેની તારીખ 1 માર્ચ, 2027 નક્કી કરવામાં આવી છે. જોકે, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં, વસ્તી ગણતરી સપ્ટેમ્બર 2026 માં હાથ ધરવામાં આવશે, જેની તારીખ 1 ઓક્ટોબર, 2026 છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande