હેપ્પી યુથ ક્લબ દ્વારા બાંધકામ શ્રમિકોને ગરમ કાનપટ્ટી-મોજાં-ટોપીનું વિતરણ
ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરની સેવાભાવી સંસ્થા, હેપ્પી યુથ ક્લબ દ્વારા શિયાળાની કડકડતી ઠંડી અને સતત વહેતા ઠંડા પવનોના માહોલમાં શહેરમાં સરગાસણ વિસ્તારમાં બાંધકામ સાઈટ્સ પર આખો દિવસ મજૂરી કામ કરતા શ્રમજીવી ભાઈ
હેપ્પી યુથ ક્લબ દ્વારા સેવાકાર્ય


ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરની સેવાભાવી સંસ્થા, હેપ્પી યુથ ક્લબ દ્વારા શિયાળાની કડકડતી ઠંડી અને સતત વહેતા ઠંડા પવનોના માહોલમાં શહેરમાં સરગાસણ વિસ્તારમાં બાંધકામ સાઈટ્સ પર આખો દિવસ મજૂરી કામ કરતા શ્રમજીવી ભાઈ-બહેનોને રક્ષણ મળી રહે તે હેતુથી માથે પહેરવાની ગરમ ટોપીઓ, કાન પટ્ટીઓ, પગના મોજા જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સંસ્થાના સ્વયંસેવકો જોડાયાં હતા અને તેમના દ્વારા વિવિધ સાઈટ્સ પર જઈને તેમણે વિતરણનું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શ્રમિક પરિવારોના નાના ભૂલકાંઓ-બાળકોને ઠંડી સામે રક્ષણ મળે અને તેઓ બિમાર ના પડી જાય, તેવા હેતુથી તેમને ઊનની ગરમ ટોપીઓ પહેરાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande