સુરતમાં ત્રણ દાયકા જુનાં કરંજ સુએઝ પમ્પીંગ સ્ટેશનનાં અપગ્રેડેશનનો તખ્તો તૈયાર
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : શહેરનાં કરંજ ખાતે ત્રણ દાયકા પૂર્વે સુએઝ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. અલબત્ત, 170 એમએલડી સુએઝ પાણીની આવકને અનુરૂપ ઓપ્ટીમાઈઝ્ડ ફ્લો - હેડનાં પંપો સહિત ઈલેક્ટ્રીફિકેશનની ડિઝાઈનમાં જરૂરિરાયત મુજબનાં ફે
સુરતમાં ત્રણ દાયકા જુનાં કરંજ સુએઝ પમ્પીંગ સ્ટેશનનાં અપગ્રેડેશનનો તખ્તો તૈયાર


સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : શહેરનાં કરંજ ખાતે ત્રણ દાયકા પૂર્વે સુએઝ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. અલબત્ત, 170 એમએલડી સુએઝ પાણીની આવકને અનુરૂપ ઓપ્ટીમાઈઝ્ડ ફ્લો - હેડનાં પંપો સહિત ઈલેક્ટ્રીફિકેશનની ડિઝાઈનમાં જરૂરિરાયત મુજબનાં ફેરફારને પગલે આ સંદર્ભે ડ્રેનેજ વિભાગ દ્વારા શાસકો સમક્ષ અપગ્રેડેશન માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. શાસકો દ્વારા મંજુરીની મ્હોર મારતાં આગામી દિવસોમાં કરંજ સુએઝ પમ્પીંગ સ્ટેશનનાં અપગ્રેડેશન પાછળ અંદાજે 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સુરત મહાનગર પાલિકાનાં વરાછા ઝોન - એ વિસ્તારમાં 1996થી કાર્યરત સુએઝ પમ્પીંગ સ્ટેશનમાં હાલનાં તબક્કે ઈલેક્ટ્રીક, મિકેનીકલ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનનાં સમારકામ અને રિપ્લેશમેન્ટની જરૂરીયાત ઉભી થવા પામી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ડ્રેનેજ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુએઝ પમ્પીંગ સ્ટેશનનાં અપગ્રેડેશન માટેની ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ટેન્ડરરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી 3.23 કરોડનાં ટેન્ડરની સામે હરીઓમ ઈલેક્ટ્રીકલ્સ દ્વારા 11.05 ટકા ઉંચુ 3.58 કરોડ રૂપિયાનું ટેન્ડર ભરવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય બે ઈજારદારો દ્વારા ક્રમશઃ 15 અને 21.50 ટકા જેટલું ઉંચું ટેન્ડર ભરવામાં આવ્યું હતું. જે સ્થિતિમાં ડ્રેનેજ વિભાગ દ્વારા હવે હરીઓમ ઈલેક્ટ્રીકલ્સને સુએઝ પમ્પીંગ સ્ટેશનનાં અપગ્રેડેશન માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande