અમેરિકાએ મિનેસોટાના ચાઈલ્ડ કેર ફંડ ને અટકાવ્યું
વોશિંગ્ટન, નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.): યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) એ, વાયરલ છેતરપિંડીના આરોપોને ટાંકીને મિનેસોટા રાજ્ય માટે ફેડરલ ચાઈલ્ડ કેર ફંડ અટકાવી દીધું છે. એચએચએસ ના ડેપ્યુટી સેક્રેટરી જીમ ઓ''નીલે મંગળવારે આ
એચએચએસ ના ડેપ્યુટી સેક્રેટરી જીમ ઓ'નીલ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.): યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) એ, વાયરલ છેતરપિંડીના આરોપોને ટાંકીને મિનેસોટા રાજ્ય માટે ફેડરલ ચાઈલ્ડ કેર ફંડ અટકાવી દીધું છે. એચએચએસ ના ડેપ્યુટી સેક્રેટરી જીમ ઓ'નીલે મંગળવારે આ પગલાની જાહેરાત કરતા લખ્યું, મિનેસોટા અને સમગ્ર દેશમાં વ્યાપક છેતરપિંડી થઈ રહી છે. અમે ભંડોળનું વિતરણ અટકાવી દીધું છે. છેતરપિંડીની તપાસ કરવામાં આવી રહી છે.

સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ઓ'નીલે એક વિડિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રૂઢિચુસ્ત યુટ્યુબર નિક શર્લીએ આરોપ લગાવ્યો છે કે, ભંડોળ મેળવતા લગભગ એક ડઝન મિનેસોટા ડે કેર કેન્દ્રો ખરેખર સેવાઓ પ્રદાન કરી રહ્યા નથી. ઓ'નીલે કહ્યું કે એજન્સીએ વિડિઓમાં ઉલ્લેખિત કેન્દ્રોની ઓળખ કરી છે અને રાજ્ય પાસેથી વ્યાપક વિગતો માંગી છે.

રાજ્યના રેકોર્ડ અનુસાર, બે સિવાયના બધા ડે કેર સેન્ટરો માન્યતા પ્રાપ્ત છે. મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ વર્ષોથી છેતરપિંડી સામે લડી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિ છેતરપિંડી કરનારાઓને જેલમાંથી બહાર કાઢી રહ્યા છે. છેતરપિંડી એક ગંભીર મુદ્દો છે. પરંતુ આ મુદ્દાનું રાજકારણ ન કરવું જોઈએ. આનાથી મિનેસોટાના લોકોને નુકસાન થશે. લોકોને મદદ કરતા સરકારી કાર્યક્રમોનું ભંડોળ રદ ન થવું જોઈએ.

ઓ'નીલે કહ્યું કે, દેશભરમાં કરવામાં આવતી તમામ ચૂકવણી માટે હવે કોઈપણ રાજ્ય પૈસા મોકલી શકે તે પહેલાં સોગંદનામું, રસીદ અને ફોટોની જરૂર પડશે. એચએચએસ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં, એજન્સીના વડા એલેક્સ એડમ્સે જણાવ્યું હતું કે, બાળકો અને પરિવારો માટેનું વહીવટ વાર્ષિક ધોરણે મિનેસોટાને ચાઈલ્ડ કેર ફંડમાં આશરે 185 મિલિયન ડોલર (રૂ. 1,661.22 કરોડ) મોકલે છે. આ ઓછી આવક ધરાવતા પરિવારોના આશરે 23,000 બાળકોને સહાય આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande