ફિચે, ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.4 ટકા કર્યો
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ 6.9 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો છે. એજન્સીએ આ વધારા માટે ગ્રાહક
જીડીપી


નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ

સ્થાનિક ઉત્પાદન (જીડીપી)

વૃદ્ધિ દરનો

અંદાજ 6.9 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો છે.

એજન્સીએ આ વધારા માટે ગ્રાહક ખર્ચમાં વધારો અને જીએસટી,સુધારાઓને કારણે

સુધારેલ આર્થિક વાતાવરણને મુખ્ય કારણો ગણાવ્યા છે.

ગુરુવારે પ્રકાશિત ડિસેમ્બર માટેના તેના ગ્લોબલ ઇકોનોમિક

આઉટલુક રિપોર્ટમાં, ફિચે રેટિંગ્સે

જણાવ્યું હતું કે,” નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપીવૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનો

અંદાજ છે. પહેલારેટિંગ એજન્સીએ 6.9 ટકા આર્થિક

વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.”

એજન્સીએ જણાવ્યું હતું કે,” ગ્રાહક ખર્ચમાં વધારો, વ્યવસાયિક

વાતાવરણમાં સુધારો અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીડીપી) સુધારાને કારણે

આર્થિક રિકવરી આ ઝડપી વૃદ્ધિના મુખ્ય કારણો છે.”

ડિસેમ્બર માટેના તેના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, ફિચે જણાવ્યું

હતું કે, ચાલુ નાણાકીય

વર્ષ 2025-26 (માર્ચના અંત

સુધી) બાકીના સમયગાળા માટે વૃદ્ધિ ધીમી રહેશે, પરંતુ અમે સપ્ટેમ્બરમાં અમારા સંપૂર્ણ વર્ષના વિકાસ દરનો

અંદાજ 6.9 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો

છે.

રેટિંગ એજન્સીનો આ અંદાજ સરકારી ડેટા દર્શાવે છે કે, ચાલુ

નાણાકીય વર્ષ 2025-26ના બીજા

ત્રિમાસિક ગાળામાં જીડીપીવૃદ્ધિ 8.2 ટકાના છ ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. ફિચે

જણાવ્યું હતું કે,” જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપીવૃદ્ધિ વધુ ઝડપી

બનીને 8.2 ટકા થઈ છે, જે એપ્રિલ-જૂન

ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા હતી.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande