કાશી-તમિલ સંગમ: તમિલનાડુનું બીજું પ્રતિનિધિમંડળે બાબા વિશ્વનાથના દર્શન કર્યા
— મંદિરના અન્નક્ષેત્રમાં મહેમાનો એ, બાબાનો પ્રસાદ (ભોજનનો પ્રસાદ) ગ્રહણ કર્યો —કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતાથી અભિભૂત થયા તમિલ મહેમાનો વારાણસી, નવી દિલ્હી,4 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના ધાર્મિક અને સાંસ્કૃતિક શહેર
કાશી


— મંદિરના

અન્નક્ષેત્રમાં મહેમાનો એ, બાબાનો પ્રસાદ

(ભોજનનો પ્રસાદ) ગ્રહણ કર્યો

—કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતાથી અભિભૂત થયા તમિલ મહેમાનો

વારાણસી, નવી દિલ્હી,4 ડિસેમ્બર

(હિ.સ.) ઉત્તર પ્રદેશના ધાર્મિક અને સાંસ્કૃતિક શહેર કાશીમાં યોજાઈ રહેલા

કાશી-તમિલ સંગમના ચોથા સંસ્કરણમાં ભાગ લઈ રહેલા તમિલનાડુના બીજા પ્રતિનિધિમંડળે

ગુરુવારે બપોરે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા. મંદિરના અધિકારીઓએ

પરંપરાગત ઔપચારિક સ્વાગત સાથે તમિલ મહેમાનોનું સ્વાગત કર્યું. મંદિર ટ્રસ્ટે ઢોલના

નાદ વચ્ચે મહેમાનો પર ફૂલોની વર્ષા કરી.

મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ, તમિલ મહેમાનોને બાબા વિશ્વનાથ

મંદિરના દર્શન કરાવ્યા અને તેમને કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય કોરિડોરની મુલાકાત

કરાવી. પ્રવાસ દરમિયાન, તેઓએ મંદિરના

ઐતિહાસિક ઇતિહાસ, સ્થાપત્ય, નવી બનેલી

સુવિધાઓ અને ભક્તોના સતત વધતા પ્રવાહ વિશે જાણ્યું. પ્રવાસ પછી, મંદિરના

અન્નક્ષેત્રમાં બધા મહેમાનો માટે, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્નક્ષેત્રમાં પીરસવામાં આવેલા પ્રસાદથી, દરેકને કાશીની સેવા અને આતિથ્યની

પરંપરાનો ઊંડો અનુભવ થયો. એવું કહેવામાં આવ્યું હતું કે,” કાશી તમિલ સંગમમનો આ

બીજો સમૂહ માટે આ દિવસ સ્મરણીય રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande