
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ
ડોલર સામે રૂપિયાના સતત ઘટાડા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે,”
રૂપિયાનો ઘટાડો સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારની નીતિઓ સાચી હોત, તો ચલણ આટલું
નબળું ન પડત. સરકારે આ માટે જવાબ આપવો પડશે.”
સંસદ ભવનના સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા ખડગેએ કહ્યું
કે,” રૂપિયાનો ઘટાડો દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. જ્યારે
રૂપિયાનું મૂલ્ય ઘટે છે, ત્યારે તે દેશની
આર્થિક સ્થિતિ દર્શાવે છે.”
ખડગેએ ત્યારબાદ ટ્વિટર પર લખ્યું કે,” જો મોદી સરકારની
નીતિઓ સાચી હોત, તો રૂપિયો ન
ઘટ્યો હોત. સરકારે આ માટે જવાબ આપવો પડશે.”
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો 28 પૈસા ઘટીને 90.43 ના સર્વકાલીન
નીચલા સ્તરે પહોંચી ગયો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ