રાષ્ટ્રપતિ મુર્મુએ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
તિરુવનંતપુરમ,નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર,”રાષ્ટ્રપતિએ કેરળના તિરુવનંતપુરમમાં લોકભવનની મુલાકાત લીધી
મુર્મુ


તિરુવનંતપુરમ,નવી દિલ્હી, 4 ડિસેમ્બર

(હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનને તેમની

જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર,”રાષ્ટ્રપતિએ કેરળના તિરુવનંતપુરમમાં લોકભવનની મુલાકાત લીધી

અને આર. વેંકટરામનના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી.”

ભારતના આઠમા રાષ્ટ્રપતિ (1987-1992) આર. વેંકટરામનનો જન્મ 4

ડિસેમ્બર, 1910 ના રોજ

તમિલનાડુના રાજામદમમાં થયો હતો. તેઓ એક વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના નેતા હતા. તેમણે ભારત

છોડો ચળવળમાં ભાગ લેવા બદલ બે વર્ષ જેલમાં વિતાવ્યા. સ્વતંત્રતા પછી, તેમણે લોકસભાના

ચાર વખત સભ્ય તરીકે સેવા આપી, સંરક્ષણ અને નાણાં પ્રધાન તરીકે સેવા આપી. તેમનું 27

જાન્યુઆરી, 2૦૦9 ના રોજ

અવસાન થયું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande