
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા તેમના અંગત
જીવનને લઈને સતત સમાચારમાં રહે છે. પહેલા, તેમની સગાઈના સમાચારે ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી, ત્યારબાદ અનેક
અહેવાલો આવ્યા હતા કે,” આ દંપતી ફેબ્રુઆરી 2026 માં લગ્ન કરી શકે છે. આ અફવાઓએ સોશિયલ મીડિયા પર તોફાન
મચાવ્યું હતું, પરંતુ હવે
રશ્મિકાએ પોતે જ પ્રતિક્રિયા આપી છે.”
રશ્મિકાનો જવાબ: એક ઇન્ટરવ્યુ દરમિયાન, રશ્મિકાએ, લગ્નની
અફવાઓ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. જ્યારે આ અફવાઓની પુષ્ટિ કે, ખંડન
કરવાનું કહેવામાં આવ્યું,
ત્યારે તેણીએ
હસીને કહ્યું, હું લગ્નની
પુષ્ટિ કે, ખંડન કરવા માંગતી નથી. ચાહકો સાથે કંઈપણ શેર કરતા પહેલા મને થોડો સમય
જોઈએ છે. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે ચોક્કસપણે તેના વિશે વાત કરીશું. તેણીના
જવાબે અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી ન હતી કે પુષ્ટિ આપી ન હતી, જેનાથી ચાહકોની
ઉત્સુકતામાં વધારો થયો હતો.
એક અહેવાલ મુજબ, એક સૂત્રએ દાવો કર્યો હતો કે.” રશ્મિકા અને વિજયના લગ્નની
તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું અહેવાલ છે કે, દંપતીએ ઉદયપુરમાં સંભવિત
સ્થળોનું પણ નિરીક્ષણ કર્યું છે, જ્યાં એક ભવ્ય સમારોહની અપેક્ષા છે.” રિપોર્ટમાં એવો પણ
દાવો કરવામાં આવ્યો છે કે,” આ દંપતીએ ઓક્ટોબરમાં હૈદરાબાદમાં ખાનગી રીતે સગાઈ કરી
હતી, જોકે બંનેમાંથી
કોઈએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. રશ્મિકાના પ્રતિભાવ પછી, એક વાત સ્પષ્ટ
છે: ચાહકોએ થોડી રાહ જોવી પડશે, કારણ કે આ સ્ટાર દંપતી હાલમાં તેમના અંગત જીવન અંગે મૌન
જાળવી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ