'અખંડા 2' ની રિલીઝ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણના ચાહકોને, આઘાત લાગ્યો જ્યારે તેમની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ ''અખંડા 2'' ની રિલીઝ અચાનક મુલતવી રાખવામાં આવી. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ
ફિલ્મ


નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણના ચાહકોને, આઘાત લાગ્યો

જ્યારે તેમની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ 'અખંડા 2' ની રિલીઝ અચાનક મુલતવી રાખવામાં આવી. આ ફિલ્મ 5 ડિસેમ્બરે

સિનેમાઘરોમાં આવવાની હતી,

પરંતુ તેની

રિલીઝના થોડા કલાકો પહેલા,

નિર્માતાઓએ

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અનિશ્ચિત મુલતવી રાખવાની જાહેરાત કરી. 2021 માં રિલીઝ થયેલી

'અખંડા' બોક્સ ઓફિસ પર

જોરદાર સફળતા મેળવી હતી, જેના કારણે તેની

સિક્વલ માટે તીવ્ર રાહ જોવાઈ હતી. છેલ્લી ઘડીએ મુલતવી રાખવાનો નિર્ણય ચાહકો માટે

અત્યંત નિરાશાજનક હતો.

નિર્માતાઓ તરફથી સત્તાવાર નિવેદન-

ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર, એક ભાવનાત્મક પોસ્ટ શેર

કરીને લખ્યું, ભારે હૃદય સાથે

અમને જણાવતા દુઃખ થાય છે કે 'અખંડા 2' અનિવાર્ય સંજોગોને કારણે નિર્ધારિત તારીખે રિલીઝ થશે નહીં.

અમે સમજીએ છીએ કે રાહ જોઈ રહેલા દર્શકો માટે આ કેટલું નિરાશાજનક છે. અમે

પરિસ્થિતિને ઉકેલવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ. આ પહેલા, ફિલ્મનો પ્રીમિયર શો પણ અચાનક રદ કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોની

ચિંતામાં વધારો થયો હતો.

અહેવાલો અનુસાર, મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં

આવી છે. ઈરોસ ઈન્ટરનેશનલ મીડિયા લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ બાદ,

કોર્ટે ફિલ્મનું પ્રદર્શન અટકાવી દીધું હતું. આ મામલો એક જૂના મધ્યસ્થી વિવાદ સાથે

સંબંધિત છે, જેમાં ઈરોસની તરફેણમાં નિર્ણય આવ્યો હતો, અને કંપનીને આશરે

₹28 કરોડ (14% વ્યાજ સહિત)

ચૂકવવાની જરૂર હતી. કોર્ટે બાકી રકમનું સમાધાન ન થાય, ત્યાં સુધી 'અખંડ 2' ની રિલીઝ

અટકાવવાનો આદેશ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande