
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી, જે છેલ્લા ત્રણ
દિવસથી ચાલી રહ્યું છે, તે ચાલુ રહેવાની
સંભાવના છે. આનાથી હજારો મુસાફરોને અસુવિધા થશે. એરલાઇન્સે સ્વીકાર્યું છે કે, તે
ક્રૂની અછતનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગઈ હતી અને આયોજનમાં તેમનાથી ભૂલો થઇ હતી.
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, છેલ્લા ત્રણ દિવસથી ક્રૂની અછતને કારણે સમસ્યાઓનો સામનો કરી
રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે અને હજારો મુસાફરોને અસુવિધા
થઈ છે.
પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, ગુરુવારે
દિલ્હી અને મુંબઈ સહિત 10 થી વધુ એરપોર્ટ
પર 550 થી વધુ ફ્લાઇટ્સ
રદ કરવામાં આવી હતી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત, બેંગલુરુ, હૈદરાબાદ, કલકતા, ચેન્નઈ, ગોવા, જયપુર અને ઇન્દોર એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં
આવી હતી. પ્રભાવિત મુસાફરોએ અનેક સ્થળોએ હોબાળો મચાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ