
મુંબઈ, નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ચાલુ નાણાકીય
વર્ષ 2025-26 માટે જીડીપીવૃદ્ધિનો અંદાજ 6.8 ટકાથી વધારીને 7.3 ટકા કર્યો છે. RBI એ
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકાના મજબૂત આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને આ સુધારો
કર્યો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ, 3-5 ડિસેમ્બર દરમિયાન અહીં યોજાયેલી ત્રણ દિવસીય
નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે માહિતી આપી
હતી. તેમણે કહ્યું કે,” આ નિર્ણય પર પહોંચતા પહેલા દેશની વિકસતી મેક્રો આર્થિક
પરિસ્થિતિઓ અને ભવિષ્યના દૃષ્ટિકોણનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.”
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે,” મજબૂત વપરાશ અને ગુડ્સ એન્ડ
સર્વિસ ટેક્સ (જીડીપી) સુધારાને કારણે
દેશના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્ધિમાં વધારો થયો છે. તેથી, આરબીઆઈએ, નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી આગાહી
વધારીને 7.3 ટકા કરી છે. આ
અગાઉના અંદાજ કરતા લગભગ અડધા ટકા વધારે છે.”
નીતિગત નિર્ણયોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના
ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,” નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા અને
ચોથા ત્રિમાસિક ગાળા માટે વૃદ્ધિ દર અનુક્રમે 7 ટકા અને 6.5 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ અને
બીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દર અનુક્રમે 6.7 ટકા અને 6.8 ટકા રહેવાનો અંદાજ છે.”
આ પહેલા, મલ્હોત્રાએ કહ્યું હતું કે,” સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ
સ્થિર છે, ગ્રામીણ માંગ
મજબૂત છે અને શહેરી માંગ સતત સુધરી રહી છે. આને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ સર્વસંમતિથી
પોલિસી રેટ, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો
કર્યો છે, જેનાથી વર્તમાન
વ્યાજ દર 5.5 ટકાથી ઘટીને 5.25 ટકા થયો છે.”
નીતિગત વ્યાજ દરમાં આ ઘટાડો મજબૂત આર્થિક કામગીરીના
સમયગાળાને અનુસરે છે, જેને ચાલુ
નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાની મજબૂત જીડીપી વૃદ્ધિ અને નીચા ફુગાવા દ્વારા ટેકો મળ્યો છે.
ઓક્ટોબર 2025 માં દેશનો છૂટક
ફુગાવાનો દર ઝડપથી ઘટીને 0.25 ટકા થયો, જે રેકોર્ડ નીચો
છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ