
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે
જણાવ્યું હતું કે,” ભારતીય રેલ્વેની સમયપાલન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે, અને સમગ્ર
નેટવર્કમાં સમયપાલન દર હવે 80 ટકાની નજીક છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સભ્યોના પ્રશ્નોના જવાબ આપતા, રેલ્વે મંત્રી
વૈષ્ણવે જણાવ્યું હતું કે,” દેશના 70 રેલ્વે વિભાગોમાંથી 25 એ 90 ટકાથી વધુ
સમયપાલન શક્તિ પ્રાપ્ત કરી છે. આ મજબૂત જાળવણી પ્રણાલીઓ અને તાજેતરના વર્ષોમાં
કરવામાં આવેલા વ્યવસ્થિત કામગીરી સુધારાઓનું પરિણામ છે.”
રેલ્વે મંત્રીએ ઉપલા
ગૃહને જણાવ્યું હતું કે,” અદ્યતન તકનીકો અને પ્રણાલીગત અપગ્રેડને કારણે ટ્રેન
સમયપાલનમાં સતત સુધારો થયો છે.”
તેમણે એમ પણ કહ્યું કે,” ભારતીય રેલ્વે સમયપાલનના સંદર્ભમાં
ઘણા યુરોપિયન દેશોના રેલ્વે નેટવર્કને પાછળ છોડી રહી છે. ઉદાહરણ તરીકે, જર્મનીની ડોયચે બાનની
લાંબા અંતરની સેવાઓનો, સમયપાલન દર 2024 માં 67.4 ટકા હતો, જ્યારે ભારતીય રેલ્વે આનાથી ઘણી આગળ નીકળી ગઈ છે.
“રેલ્વે
મંત્રીએ જણાવ્યું હતું કે,” ટ્રેન સંચાલનની વિશ્વસનીયતા, સુધારવા માટે ટેકનોલોજીકલ
સુધારાઓ, સુધારેલ દેખરેખ
પ્રણાલીઓ અને આધુનિક ટ્રાફિક વ્યવસ્થાપન પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.
ભવિષ્યમાં સમયપાલનમાં વધુ સુધારો કરવાના પ્રયાસો ચાલુ રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ