આદિનાથ મંદિર તોડીને, આદિના મસ્જિદ બનાવેલી છે: શમિક ભટ્ટાચાર્ય
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળ ભાજપના રાજ્ય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શમિક ભટ્ટાચાર્યએ, શુક્રવારે ગૃહમાં આદિના મસ્જિદનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે,” જ્યાં આદિના મસ્જિદ બનાવવામાં આવી હતી ત્યાં અગાઉ આદિનાથ મંદિર
ચર્ચા


નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળ ભાજપના રાજ્ય અધ્યક્ષ અને

રાજ્યસભાના સભ્ય શમિક ભટ્ટાચાર્યએ, શુક્રવારે ગૃહમાં આદિના મસ્જિદનો મુદ્દો ઉઠાવતા

તેમણે કહ્યું કે,” જ્યાં આદિના મસ્જિદ બનાવવામાં આવી હતી ત્યાં અગાઉ આદિનાથ મંદિર

હતું.જે માળખાના

નિર્માણ માટે, તોડી પાડવામાં આવ્યું હતું.” શુક્રવારે રાજ્યસભામાં શૂન્ય કલાક

દરમિયાન, શમિકે તૃણમૂલ

કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરના દાવાનો મુદ્દો ઉઠાવ્યો કે,” મુર્શિદાબાદ

જિલ્લામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, અને કહ્યું કે, આ

મંદિર-મસ્જિદ વિવાદ કે હિન્દુ-મુસ્લિમ વિભાજન નથી.”

“એલેક્ઝાન્ડર લૂંટારો હતો.તેણે આદિનાથ

મંદિરનો નાશ કર્યો અને ત્યાં એક મસ્જિદ બનાવી. આજે પણ, મંદિરના અવશેષો

દેખાય છે. કમળના આકાર, દેવતાઓના પ્રતીકો

અને ભગવાન ગણેશની મૂર્તિ પણ છે.” ભાજપના સભ્યએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ

કબીરના દાવાની નિંદા કરી,

જેણે ચૂંટણી

પહેલા રાજ્યના રાજકીય પરિદૃશ્યને હચમચાવી નાખ્યું છે. ભાજપે દાવો કર્યો છે કે,” આ

પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ માં ફેરવવાનો પ્રયાસ છે. તેઓએ દાવો

કર્યો હતો કે, આ મસ્જિદ નથી, પરંતુ એક મંદિર છે.

પશ્ચિમ બંગાળના 72 જન સમુદાયો પણ, તેમનું મંદિર પાછું ઇચ્છે છે. નોંધનીય છે

કે આદિના મસ્જિદ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં સ્થિત છે. 1369 એડીમાં સુલતાન

સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી, તેને ઇલિયાસ શાહી વંશની, સૌથી મોટી મસ્જિદ માનવામાં આવે છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર

કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande