ઇન્ડિગો કટોકટી વચ્ચે, એર ઇન્ડિયા વધારાની ફ્લાઇટ્સ ચલાવશે
નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ.સ.): ઇન્ડિગો કટોકટી વચ્ચે ટાટાની આગેવાની હેઠળની એરલાઇન એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ વધારાની ફ્લાઇટ્સ ચલાવશે. ઇન્ડિગો એરલાઇન્સે આજે 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. એરલાઇને શનિવારે એક નિવેદનમાં જણાવ્યુ
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ.સ.): ઇન્ડિગો કટોકટી વચ્ચે ટાટાની આગેવાની હેઠળની એરલાઇન એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ વધારાની ફ્લાઇટ્સ ચલાવશે. ઇન્ડિગો એરલાઇન્સે આજે 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે.

એરલાઇને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ગ્રુપ અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવા માટે તેની ક્ષમતા વધારવાનું વિચારી રહ્યું છે. ઇન્ડિગો ફ્લાઇટ વિક્ષેપને કારણે છેલ્લા ચારથી પાંચ દિવસમાં દેશભરમાં મુસાફરોને થયેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને જૂથે આ પગલું ભર્યું હતું.

એર ઇન્ડિયાએ, એક્સ-પોસ્ટ પર ભાડા માર્ગદર્શિકા પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સામાન્ય માંગ અને પુરવઠામાં વિક્ષેપ ટાળવા માટે નોન-સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ઇકોનોમી ક્લાસના ભાડા મર્યાદિત કરવામાં આવ્યા છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બંનેએ ઇકોનોમી ક્લાસના ભાડા મર્યાદિત કર્યા છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ મુસાફરો અને તેમના સામાનને શક્ય તેટલી ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ક્ષમતા વધારવા માટે કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, એર ઇન્ડિયા ગ્રુપનું આ નિવેદન ઇન્ડિગો ફ્લાઇટ્સમાં વિક્ષેપો વચ્ચે સરકારે હવાઈ ભાડા પર મર્યાદા જાહેર કર્યાના કલાકો પછી આવ્યું છે. એર ઇન્ડિયાએ એમ પણ કહ્યું હતું કે, બધી ફ્લાઇટ્સ માટે ભાડા મર્યાદા નક્કી કરવી ટેકનીકલ રીતે અશક્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande