
નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ.સ.). ભારત અને અમેરિકા, 10 ડિસેમ્બરથી પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા પર ત્રણ દિવસની વાટાઘાટો શરૂ કરશે. બંને દેશો વચ્ચે વેપાર કરાર માટે આ વાતચીત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ વાટાઘાટો ત્રણ દિવસ સુધી ચાલશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે આ વાતચીત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બંને દેશો સોદાના પ્રારંભિક ભાગને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ, ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) રિક સ્વિત્ઝર કરશે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટો 10 ડિસેમ્બરથી શરૂ થશે અને 12 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ વાટાઘાટોનો ઔપચારિક રાઉન્ડ નથી.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં ભારતીય ઉત્પાદનો પર 50 ટકા કસ્ટમ ડ્યુટી લાદવાના અમેરિકાના પગલા પછી વેપાર કરાર પર વાટાઘાટો કરવા માટે આ બીજી વખત અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવી રહ્યું છે. અગાઉ 16 સપ્ટેમ્બરના રોજ એક યુએસ પ્રતિનિધિમંડળે વાટાઘાટો માટે ભારતની મુલાકાત લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ