સુરતમાં બાકી બિલની ઉઘરાણી મુદ્દે કેફે માલિકનું અપહરણ અને મારપીટ
સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. મેડિનિયન કેફેના 23 વર્ષીય માલિક જસ્મિન વાગાણીએ જણાવ્યું કે છેલ્લા બે–ત્રણ મહિનાથી વિવેક જૈન નામનો યુવાન કેફેનું આશરે રૂ.8,000નું બિલ ચૂકવ્યા વિના બા
સુરતમાં બાકી બિલની ઉઘરાણી મુદ્દે કેફે માલિકનું અપહરણ અને મારપીટ


સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. મેડિનિયન કેફેના 23 વર્ષીય માલિક જસ્મિન વાગાણીએ જણાવ્યું કે છેલ્લા બે–ત્રણ મહિનાથી વિવેક જૈન નામનો યુવાન કેફેનું આશરે રૂ.8,000નું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો. જસ્મિન સતત તેને રકમ ચૂકવવા વિનંતી કરી રહ્યો હતો, પરંતુ તેની ઉઘરાણીનો જ વિપરીત પ્રભાવ પડ્યો.

બાકી બિલ અંગે ગુસ્સે ભરાયેલા વિવેક જૈને તેના મિત્ર દીપક જૈન સાથે મળીને જસ્મિનને બોલાવાવી અપહરણ કરી લીધો. બાદમાં બંનેએ તેને અલગ જગ્યાએ લઈ જઈ લાતો અને તમાચાઓથી બેફામ માર માર્યો. હુમલાના સમય દરમિયાન બંને યુવકો એટલા નિર્ભય હતા કે તેઓ પોતાનો જ બનાવેલો મારપીટનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરતા રહ્યા.

ઘટનાથી ડરી ગયેલા અને ઘાયલ જસ્મિન વાગાણીએ તરત જ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદને આધારે પોલીસે અપહરણ, હુમલો અને ગેરકાયદે બંધક બનાવવાની કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે મારપીટનો વીડિયો મુખ્ય પુરાવા તરીકે લઈને તપાસને ઝડપથી આગળ ધપાવી છે. હાલમાં વિવેક જૈન અને દીપક જૈનને શોધવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની હિંસાત્મક ઘટનાઓને કડકાઈથી ધમન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande