શંખેશ્વરમાં મહિલાની છેડતી અને જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના એક ગામમાં ખેતરમાં એકલી હાજર 26 વર્ષીય મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવને લઈ મહિલાના કાકા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 5 ડિસેમ્બર 2025ના બપોરે મહિલા છાપરામાં ઘરક
શંખેશ્વરમાં મહિલાની છેડતી અને જાનથી મારવાની ધમકીનો કેસ


પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના એક ગામમાં ખેતરમાં એકલી હાજર 26 વર્ષીય મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવને લઈ મહિલાના કાકા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 5 ડિસેમ્બર 2025ના બપોરે મહિલા છાપરામાં ઘરકામ કરતી હતી ત્યારે તેમના કુટુંબી કાકા સસરા ત્યાં આવી પહોંચ્યા અને મહિલાના પતિ વિશે પૂછ્યા બાદ થોડો સમય છાપરાની આગળ બેસી રહ્યા.

મહિલાને એકલી જોઈ આરોપી છાપરામાં ઘુસી આવ્યા અને તેનો હાથ પકડી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ તેમને રોકતા અને પોતે તેમના કાકા સસરા થતા હોવાનું યાદ અપાવ્યા છતાં આરોપીએ બાથ ભીડવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. મહિલા બુમાબુમ કરી બહાર નીકળી ગઈ, જેના કારણે આરોપી ત્યાંથી ભાગી ગયો અને જતા પહેલાં તેને ધમકી આપી કે વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. મહિલાએ તરત જ પતિને ફોન કરીને સમગ્ર બનાવની જાણ કરી.

ખેતરમાં કામ અને રાત્રે મોડું થતાં, મહિલાએ બીજા દિવસે એટલે કે 6 ડિસેમ્બર 2025ના રોજ પતિ અને સસરા સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 74, 351(3), અને 329(3)(i) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande