સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં, નકલી કિન્નરોની દાદાગીરી
સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના બારડોલીમાં નકલી કિન્નરના વેશમાં બે શખસ ઝડપાયા છે. એક લગ્ન પ્રસંગમાં વધુ પૈસાની માંગણી કરીને દાદાગીરી કરતાં હતા, આ દરમિયાન અસલી કિન્નર ત્યાં આવી પહોંચતા બંને શખસોને મેથીપાક આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિય
Surat


સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના બારડોલીમાં નકલી કિન્નરના વેશમાં બે શખસ ઝડપાયા છે. એક લગ્ન પ્રસંગમાં વધુ પૈસાની માંગણી કરીને દાદાગીરી કરતાં હતા, આ દરમિયાન અસલી કિન્નર ત્યાં આવી પહોંચતા બંને શખસોને મેથીપાક આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટના અંગે કિન્નર સમાજે વેશ ધારણ કરી નકલી કિન્નર બનેલા બંને શખસોને બારડોલી રૂપલ પોલીસને હવાલે કર્યા હતા.

મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના સરભોણ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં બે નકલી કિન્નર આવી પહોંચ્યા હતા અને પરિવાર પાસે વધુ પૈસાની માંગણી કરીને દબાણ કરી રહ્યા હતા. આ મામલે સ્થાનિકોએ બારડોલી કિન્નર સમાજના આગેવાને જાણ કરી હતી. આ પછી કિન્નર સમાજના આગેવાન લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને શંકા જતાં પરિવાર પાસે પૈસાની માંગણી કરી રહેલા બંને શખસ નકલી કિન્નર હોવાનું જણાયું હતું.

અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા

બે વ્યક્તિ ખોરી રીતે કિન્નરનો વેશ ધારણ કરીને આવતા કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં કિન્નર સમાજે બંને શખસોને અર્ધ નગ્ન કરીને પાઠ ભણાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બંને શખસોને બારડોલી રૂપલ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને શખશ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં બંનેની ઓળખ ભરતભાઈ પુનાભાઈ માંગરોળીયા અને અરવિંદભાઈ જીવનનાથ પરમાર થઈ છે. પોલીસે વીડિયોના આધારે બંને શખસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande