
ગીર સોમનાથ 7 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક અને જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના સંયુક્ત ઉપક્રમે ‘સહકાર થી સમૃદ્ધિ’ અંતર્ગત સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પ્રોજેક્ટના ડિજિટલ બેંકિંગ સેમિનાર પૂર્વ મંત્રી જશા બારડની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.
‘સહકાર થી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા બેન્કના ગ્રાહકો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ડિજિટલ વ્યવહારો માં વૃદ્ધિ લાવવા માટે તાલુકા કક્ષા ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત આજરોજ સુત્રાપાડામાં સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ સહકારી મંડળીના અને દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ સભાસદોની એક બેઠક ચામુંડા માતાની વાડીમાં યોજવામાં આવેલ. જેમાં માનનીય પ્રધાનમંત્રીના ડિજિટલ ભારતના સપનાને સહકારિકતા થકી સાકાર કરવા ગ્રામ્ય કક્ષાએ ઊભી કરેલી બેંકિંગ સુવિધાઓના અસર કારક ઉપયોગ થાય અને ગ્રામ્ય કક્ષાએ ડિજિટલ વ્યવહારોમાં વૃદ્ધિ થાય તે હેતુ થી સહકારી મંડળીઓ, સહકારી દૂધ મંડળીઓના મંત્રી અને ચેરમેનશ્રીઓની સ્થાનિક સહકારી આગેવાનો અને તાલુકા કક્ષાની મંડળીઓના સભાસદોની ઉપસ્થિતિમાં બેન્ક તરફથી આયોજન કરવામાં આવેલ.
બેન્ક તરફથી વિડીયો ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવેલ.
આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડની સાથે જિલ્લા સહકારી બેન્કના ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઇ ઝાલા, બેન્કના સી.ઇ.ઑ. રૂપાપરા સાહેબ, ડે. મેનેજર ભગતભાઈ ઝાલા, સાવજ ડેરીના નોડલ ઓફિસર પ્રવીણભાઈ કાન્ધાણી, જીએસસી બેન્કના પ્રતિનિધિ દિલીપભાઇ ખૂંટ અને કિશનભાઈ, દાનસિંગભાઈ પરમાર. મૌલિકભાઈ કોટડીયા, સવદાસભાઈ ઝાલા, સુત્રાપાડા પ્રાંચી, વેરાવળ, વડોદરા ડોડીયા બેન્કના બ્રાન્ચ મેનેજરો, કાનજીભાઇ બારડ, ભરતભાઇ ડોડીયા, ભરતભાઇ ઝાલા તેમજ બેન્કના સ્ટાફ ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ