હડાદ તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો પોલીસે હાથ ધરી તપાસ
અંબાજી, 7 ડિસેમ્બર (હિ.સ) : બનાસકાંઠાના હડાદ તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ભારે ચકચાર ફેલાઈ છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લાની સરહદ પર ખેરોજ નજીક બનવા પામી છે. જ્યાં સાબરમતી નદીના કિનારે પુરુષનો એક મૃતદેહ તરતો જોવા
Hadad najik ajanya shakhs no mrut deh


અંબાજી, 7 ડિસેમ્બર (હિ.સ) : બનાસકાંઠાના હડાદ તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ભારે ચકચાર ફેલાઈ છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લાની સરહદ પર ખેરોજ નજીક બનવા પામી છે. જ્યાં સાબરમતી નદીના કિનારે પુરુષનો એક મૃતદેહ તરતો જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી હતી ને લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી હતી. આ ઘટના ને લઈ પુલ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી જોકે આ ઘટનાની જાણ ખેરોજ પોલીસને થતા પોલીસ તાકીદે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મૃતદેહને બહાર કઢાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે અજાણ્યા પુરૂષના મૃતદેહની ઓળખ કરવા અને મૃત્યુનું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande