સુરતમાં હની ટ્રેપ કાંડ: યુવતી સહિત બેની ધરપકડ, બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલ
સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં હની ટ્રેપનો એક ગંભીર બનાવ બહાર આવ્યો છે, જેમાં ન્યૂડ વીડિયો કોલના આધારે બિલ્ડરને ફસાવી મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરતાં યુવતી સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી
हनी ट्रेप कांड


સુરત, 7 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં હની ટ્રેપનો એક ગંભીર બનાવ બહાર આવ્યો છે, જેમાં ન્યૂડ વીડિયો કોલના આધારે બિલ્ડરને ફસાવી મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરતાં યુવતી સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 20 લાખ રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માહિતી મુજબ, એક બિલ્ડર લાંબા સમયથી એક યુવતી સાથે સંપર્કમાં હતો. વાતચીત દરમિયાન યુવતીએ બિલ્ડરને ન્યૂડ વીડિયો કોલ કર્યો અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. બાદમાં વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. દબાણ હેઠળ બિલ્ડરે 20 લાખ રૂપિયા ચુકવ્યા હતા.

બિલ્ડરે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી અને અભિષેક શેઠીયા અને હેતલ બારૈયા નામના આરોપીઓને ઝડપી લીધા. બંનેએ મળીને હની ટ્રેપ રચે ખંડણી વસૂલી હતી.

પોલીસે જણાવ્યું કે બંને સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande