
જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : ખેલ મહાકુંભ અંતર્ગત સત્યસાંઇ સ્કૂલ, જામનગર ખાતે ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ ગઈ હતી જેમા શાળા નં-18 એ જામનગર ઝોન -5 ની બહેનોનીની અં-9 અને 11 વયજૂથમાં કુલ 14 ખેલાડીઓમાંથી 10 ખેલાડીઓએ વિજેતા નંબર મેળવી દબદબો જાળવી રાખ્યો હતો.
જેમા અં-9 સ્ટેંન્ડીગ બ્રોડ જમ્પમાં ગોલ્ડી રાજભર પ્રથમ, કરિશ્માકુમારી દ્વિતીય, અને રાધિકા સોની તૃતીય નંબર મેળવ્યો હતો. અં-11 સ્ટેંન્ડીગ બ્રોડ જમ્પમાં વૃષ્ટી રોલા પ્રથમ , ટ્વિનકલબા જાડેજા દ્વિતીય, નંબર મેળવ્યો હતો.
અં-9 ની 30 મી દોડ માં દીપાલી કંબોયા પ્રથમ , શ્રુતિ કુંવરિયા દ્વિતીય, અને ખુશ્બુ રાય તૃતીય નંબર અને અં-11 ની 50 મી દોડ માં વૃષ્ટી રોલા દ્વિતીય અને સોલંકી મિતલ તૃતીય નંબર મેળવ્યો હતો.
કોચ તરીકે ગાયત્રીબા જાડેજા, સંદીપભાઈ રાઠોડ, મોતીબેન કારેથા અને ટીમ મેનેજર દિપક પાગડાએ માર્ગદર્શન આપ્યુ હતું. શાળા પરિવાર તમામ બાળકોને તથા માર્ગદર્શકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મુખ્ય શિક્ષક દીપક પાગડાએ આ સિધ્ધી શાળાના વિધાર્થીઓ અને શિક્ષકોની સખત મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનું સન્માન ગણાવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt