
જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા પોલીસ તંત્રએ ખોવાયેલી વસ્તુઓ ઉપરાંત ગત દિવસોમાં જેની ગેરહાજરીમાં ધરફોડ ચોરી થઈ હતી. તેવા મહિલા ફરિયાદીના દાગીના આરોપીઓ પાસેથી રિકવર કરીને કોર્ટની પ્રક્રિયા કરાવ્યા પછી પોલીસે પરત આપીને મહિલાને રાહત આપી છે.
જામજોધપુર તાલુકાના ગોપ ગામે ગોપનાથ મહાદેવ મંદિરે જવાના રસ્તે રહેતા ધનીબેન પરબતભાઈ અરજણભાઈ ગમારા નામના ખેતીકામ કરતા મહિલાના ઘરે એક ટોળકીએ બંધ ઘર ખોલીને ઘર ફ્રોડ કરીને રૂ.3 લાખ 57 હજારની કિંમતના 51 ગ્રામ વજનના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ ગુનો ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરીને ચોરાયેલા દાગીના પોલીસે રિકવર કર્યા બાદ કોર્ટ પ્રોસિજર માટે ફરિયાદી મહિલાનો સંપર્ક કરીને કોર્ટ પક્રિયા કરાવી હતી.
અને જામજોધપુર પોલીસે કોર્ટના સંકલનમાં રહીને પ્રક્રિયા બાદ ફરિયાદીને તેના ચોરાયેલા દાગીના પરત અપાવીને તેરા તુજકો અર્પણ નામ સાર્થક કરી દેખાડયું છે. આ કાર્યવાહી પીઆઈ એ. એસ. રબારી, પીએસઆઈ એચ.બી.વડાવીયા અને સ્ટાફએ કરી હતી.
પોલીસની નેત્રમ કમાન્ડ-ક્ધટ્રોલ ટીમએ તા.10 નવેમ્બરે એક પરિવારના રીક્ષામાં ભુલાયેલા રૂ.20.38 લાખના દાગીના ભરેલા રીક્ષામાં ભુલાયેલા થેલાને, તા.12મી નવેમ્બરે ખીજડીયા ગામથી હાપા ગામ વચ્ચે રૂ.6.19 લાખના દાગીના ધરવતા પડી ગયેલા મહિલાના થેલાને તેમજ તા.3 ડિસેમ્બરે મહિલાને રીક્ષામાં ભુલાયેલો રૂ.2.5 લાખના દાગીના ભરેલો થેલો પરત અપાવ્યો હતો. પોલીસે 25 દિવસોમાં લોકોના રૂ.32 લાખ 64 હજારના દાગીના પરત મેળવવામાં મદદ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt