જામનગર મહાનગરપાલિકાના રૂ.18 કરોડના કામોની દરખાસ્તને સ્થાયી સમિતિની બહાલી
જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ રૂ.17 કરોડ 99 લાખના વિવિધ વિકાસ કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં વોર્ડ નં.15 મ
જામનગર સ્ટેન્ડિંગ ચેરમેન


જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ રૂ.17 કરોડ 99 લાખના વિવિધ વિકાસ કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં વોર્ડ નં.15 માં રે. સર્વે નં.1302 પૈકી ની જગ્યામાં 4.72 એમ.એલ.ડી. લીફટીંગ પમ્પીંગ સ્ટેશન અને મેઈન્ટેનન્સ સાથેના કામે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. 81.78 લાખ, જામનગર શહેરમાં ટી.પી. સ્કીમ નં.પ, અંતિમ ખંડ નં.18/બી વાળી જગ્યામાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડીટોરીયમ) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસીસ માટે રૂા. 60.43 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. હાપા વિસ્તાર માં રૂ.35 કરોડના ખર્ચથી ઓડિટોરિયમ બનાવવામાં આવનાર છે.

સમર્પણ ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે રૂા.13.60 લાખ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકની અલગ અલગ ગૌશાળામાં એકત્ર થયેલ પશુઓના છાણીયા ખાતરને ઉપાડવાના કામમાં ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 16) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 250 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 14) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 60 લાખ, સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 7) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા.250 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 9) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 250 લાખ, વર્ષ. 2025-26 દરમ્યાન વોર્ડ નં. 1 થી 8 માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂા. 10 લાખ, વોર્ડ નં. 9 થી 16 માં ગાર્ડન ના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂા. 10 લાખ , વોર્ડ નં. 14 દિ. પ્લોટ શેરી નં. 59 અને 60 શેરી માં નવાનગર બેંકની સામે સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂા. 36.82 લાખ.

વોર્ડ નં.16 મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામ ના છેડા સુધી સી.સી. રોડના કામ માટે રૂા. 14.16 લાખ , આઉટ ચોથ એરીયાની વર્ષ 2024-25 ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.16, કિર્તીપાન થી સરદાર પાર્ક થી વૃદાવંન પાર્ક બોકસ કેનાલ સુધી સી.સી. રોડના કામ રૂા. 32.43 લાખ, વર્ષ 2025-26 ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 16 માં આર્શિવાદ દિપ સોસાયટી બીજથી કુબેર પાર્ક-3 થી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એસ.ટી.પી.થી જામનગર રાજકોટ રોડ અને હરીધામ સોસાયટી થી એસ.ટી.પી. સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂા.724.70 લાખ, સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ - બીજ વર્કસના કામ અંગે રૂા. 5 લાખ ના.ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ માં ટેકનીકલ અને વહિવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી ઓ ની નવી નિમણુંક અંગે ની દરખાસ્ત અન્વયે 6 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું છે. જ્યારે જામનગર મહાનગર પાલિકા ની જુદી જુદી જગ્યાઓ ઉપર વધારા ની કામગીરી માટે સ્પે. એલાઉન્સ આપવા અંગે કમિશ્નર ની 2જુ થયેલ દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમા કુલ રૂ. 17 કરોડ 99 લાખ ના જુદાજુદા ખર્ચ ની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande