
ગીર સોમનાથ, 7 ડિસેમ્બર (હિ.સ.) : વેરાવળની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોદાર પ્રેપ દ્વારા જમ્બો ઇન સ્ટ્રિંગ્સ એન્ડ સ્પ્રિન્ટ્સ થીમ પર વાર્ષિક રમતગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાથીર્ઓએ રેશ યોગ, રિબન ડાન્સ, પેરાશૂટ પ્લે અને પપેટ શો જેવી ઉત્તેજક પ્રવૃત્તિઓ દ્વારા તેમની ઉર્જા ટીમવર્ક અને ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમનો - ઉદ્દેશ્ય રમતગમત પ્રત્યે પ્રેમ' કેળવવાની, વિવિધ પ્રવૃત્તિઓમમા જગાડવાનો અને દ્રઢતા, ટીમવર્ક અને રમતા જેવી આવશ્યક કુશળતા વિકસાવવાનો હતો. આચાર્ય જયેન્દ્ર બારડે મુખ્ય શિક્ષિકા અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી, માતાપિતાનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ