ચાણસ્મામાં સાંઈબાબા મંદિરમાં, 27મો ત્રિદિવસીય પાટોત્સવ
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)ચાણસ્મા સ્થિત સાંઈબાબા મંદિરમાં સાંઈ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 27મો ત્રિદિવસીય પાટોત્સવ માગસર વદ-3 થી માગસર વદ-5 (6 થી 8 ડિસેમ્બર) દરમિયાન ભાવભક્તિપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ દરમ્યાન આનંદનો ગરબો, ભજન સંધ્યા, શોભાયાત્રા, સા
ચાણસ્મામાં સાંઈબાબા મંદિરમાં 27મો ત્રિદિવસીય પાટોત્સવ


પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)ચાણસ્મા સ્થિત સાંઈબાબા મંદિરમાં સાંઈ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 27મો ત્રિદિવસીય પાટોત્સવ માગસર વદ-3 થી માગસર વદ-5 (6 થી 8 ડિસેમ્બર) દરમિયાન ભાવભક્તિપૂર્વક ઉજવાયો હતો.

પાટોત્સવ દરમ્યાન આનંદનો ગરબો, ભજન સંધ્યા, શોભાયાત્રા, સાંઈ ભંડારો અને સાંઈ યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચાણસ્મા–મહેસાણા હાઈવે પર આવેલ આ મંદિરમાં યોજાયેલા પાટોત્સવમાં ચાણસ્મા નગર તેમજ આસપાસના 20 થી 25 ગામોના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande