વાલિયા તાલુકાના કોંઢ ગામે, શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો ....
બે દિવસ પહેલા બે કિલોમીટર દૂર દોડવાડા ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો દીપડો પાછળના કોતરમાંથી રાત્રિના સમયે પાણી નિકાલની જગ્યાએથી અંદર પ્રવેશ કરતો હતો ફાર્મની અંદર રહેલા દેશી ત્રણ શ્વાન દીપડો શિકાર કરી ખેંચી ગયો હતો ભરૂચ 8 ડિસેમ્બર (હિ.સ.)
વાલિયા તાલુકાના કોંઢ ગામે શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો હતો


વાલિયા તાલુકાના કોંઢ ગામે શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો હતો


વાલિયા તાલુકાના કોંઢ ગામે શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો હતો


વાલિયા તાલુકાના કોંઢ ગામે શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો હતો


વાલિયા તાલુકાના કોંઢ ગામે શ્રીજા ફાર્મમાં દીપડો પાંજરામાં પુરાયો હતો


બે દિવસ પહેલા બે કિલોમીટર દૂર દોડવાડા ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો

દીપડો પાછળના કોતરમાંથી રાત્રિના સમયે પાણી નિકાલની જગ્યાએથી અંદર પ્રવેશ કરતો હતો

ફાર્મની અંદર રહેલા દેશી ત્રણ શ્વાન દીપડો શિકાર કરી ખેંચી ગયો હતો

ભરૂચ 8 ડિસેમ્બર (હિ.સ.)

વાલિયા તાલુકાના કોંઢ સિલુડી રસ્તા ઉપર આવેલ એક ફાર્મમાં અગાવ છેલ્લા અઠવાડિયાથી દીપડો 8 ફૂટ ઊંચી દીવાલ કૂદી નહી શકતા આખરે પાણી નિકાલ કરવાની જગ્યાએ લપાઈને અંદર પ્રવેશ કરી અઠવાડિયામાં ત્રણ શ્વાનનો શિકાર કરી લઈ ગયો હતો.જ્યારે ત્યાં રહેતા ચોકીદાર અને અન્ય મજૂરોના પરીવારના સભ્યો દીપડો અવારનવાર આવતા ભયના ઓથા હેઠળ રહેતા હતા .ત્યારે એક અગ્રણીએ વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા 1 લી ડિસેમ્બરના રોજ દીપડો પકડવા પાંજરું મૂક્યું હતું .તેમાં આજરોજ મળસ્કે દીપડો શિકાર પકડવા અંદર પાંજરામાં આવતા લોક થઈ ગયો હતો.

700 ની વસ્તી ધરાવતા ગામ દોડવાડા નિશાળ ફળિયામાં સીતાબેન અરવિન વસાવાના ઘરના વાડામાં પીંજરું મૂકેલું હતું તેમાં બે દિવસ પહેલા દીપડો પાંજરામાં પુરાયો હતો.ત્યારબાદ આ સ્થળથી બે કિલોમીટર દૂર કોંઢ સિલુડી રસ્તા પર કાંતિ ચોટલીયાના શ્રીજા ફાર્મમાંથી દીપડો અઠવાડિયામાં 3 દેશી શ્વાનનો શિકાર કરી લઈ ગયો હતો.બનાવને લઈ પાંજરું શિકાર સાથે મૂકતા ભૂખ્યો દીપડો ફાર્મની દીવાલ પાછળ આવેલ કોતરમાંથી આવી પાણી નિકાલવાળી જગ્યાએથી અંદર ફાર્મમાં પ્રવેશી કરી આવતા દીવાલ નજીક મૂકેલ પાંજરામાં મરઘીને ખાવા પાંજરામાં અંદર પ્રવેશ કરતા લોક થઈ ગયો હતો.જે બાબતની જાણ બપોરે તેજસ ચોટલીયા આવતા તેને થઈ હતી.વન વિભાગ વાલિયાના દિનેશ રાઠવા તેના સ્ટાફ સાથે આવી દીપડાને વાલિયા ખાતે લાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande