
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કેદીમા રહેલા આરોપીએ એસિડ પી લેતા દોડધામ મચી છે ડોકટરોની પ્રાથમિક તપાસ બાદ આરોપીને વધુ સારવાર માટે જામગનરની હોસ્પિટલમા ખસેડાયો છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલના સુત્રોમાથી મળતી વિગતોમાં મુજબ ગતરાત્રના ભાવસિંહજી હોસ્પિટલના કેદીમા વોર્ડમાં સારવાર લેતા મહેશ બથવારે એસિડ પી લીધુ હતુ આ દરમિયાન તાત્કાલિક હોસ્પિટલના ડોકટરોને બોલાવવામા આવ્યા હતા ફરજ પર તબીબે પ્રાથમિક તપાસ કરી આરોપી મહેશ બથવારને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે અત્રે નોંધનીય છે કે,આરોપી મહેશ બથવારે વિરૂધ્ધ અનેક ગુનાઓ નોધાય ચુક્યા છે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર મહેશ બથવારે ગત સપ્તાહમાં બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં તોડફોડ કરી હતી ફરજ પરના પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપી મહેશ બથવાર જેલમાં હતો તેને પોરબંદર સરકારી ભાવસિંહજીના પ્રિઝનલ વોડ(કેદી વોર્ડમા) રખાયો હતો તેણે ગઈકાલે એસિડ પી લીધા હોવાના ધટના સામે આવતા પોલીસ તથા સરકારી હોસ્પિટલમા અધિકારીઓમા દોડધામ મચી છે હાલ તો આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya